SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટકોનાં નામ ગૂંથી લીધાં છે. આ ગ્રંથ એક શાસ્ત્ર છે. શિષ્યને બહુજ વત્સલ ભાવે પ્રેમાળ શબ્દોમાં ઉપદેશ દીધો છે, આના એક શ્લોકના પણ હાર્દને પામવું હોય તો તે શબ્દોની પાછળ છુપાયેલા ભાવને – ગંભીર ભાવને, ચિંતન અનુપ્રેક્ષાથી જ પામી શકાય. એક એક અષ્ટકમાં એક-એક ગ્રંથનો મસાલો ભરેલો છે. પ્રત્યેક અષ્ટકનો પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક તેને કોઇક ચોક્કસ સંબંધ છે. આ ગંભીર શાસ્ત્રકાર મહર્ષિની વિલક્ષણતા છે. ‘૩૧મો સંહારયોરીમ્' ઉપક્રમ અને ઉપસંહારમાં એકતા હોય છે. જેમકે પૂ. ઉમાસ્વાતિજી મહારાજ રચિત તત્ત્વાર્થાધિગમસૂત્રના પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં મોક્ષની વ્યાખ્યા છે, તો તેના દશમા અધ્યાયના છેલ્લા સૂત્રમાં મોક્ષની વ્યાખ્યા છે, આમ અષ્ટકોમાં પણ આપણે સૂક્ષ્મ બુદ્ધિથી શોધીએ તો એકસૂત્રતા મળી આવે. આ ગ્રંથના પાઠથી, રટણથી, મનનથી અને ચિંતનથી અનેક આત્માઓને અલૌકિક આનંદનો અનુભવ થયાનાં દૃષ્ટાંતો છે. એક પ્રસંગે ભાવનગરના શ્રાદ્ધવર્ય શ્રી કુંવરજી આણંદજીએ કહ્યું હતું કે આ અમૃત છે, સંજીવની છે. તમે શાંત ચિત્તે એકાંતમાં અષ્ટકનો કોઈ પણ શ્લોક લઈને તેનું ચર્વણ કરો તમને એક ઊંડી તૃપ્તિનો અનુભવ થશે. તમારા રોગ-શોક-દીનતા, સૂર્ય ઊગે ને અંધારું, ઠંડી તેમજ જડતા જેમ દૂર થઈ જાય અને ચેતના, પ્રકાશ ને ઉષ્માનો અનુભવ થાય, તેવો જ અનુભવ આ ગ્રંથના સ્વાધ્યાયથી પ્રાપ્ત થાય છે. રસિક શૈલીમાં તત્ત્વનિરૂપણના ઉત્તમ ઉદાહરણ સમો આ ગ્રંથ તો ભૂખ્યાનું ભોજન છે, તરસ્યાનું પાણી છે અને મરતાનું અમૃત છે. આ ગ્રંથ માટે ગમે તેટલાં વર્ણનો લખીએ, પણ જ્યારે તેનો અનુભવ કરવામાં આવે, ત્યારે આ વર્ણન-શબ્દોમાં અતિશયોક્તિ નહીં, પણ અલ્પોકિત લાગશે. અહીં એકેક અષ્ટક ઉપર લખવાનું મન થાય છે. કેટલાંક અષ્ટકોમાં તો જે વિપુલ ચિંતનસામગ્રી છે, તેને જો પ્રકટ કરવા જઈએ તો રૂને પીંજતાં-પીંજતાં જેમ તે વિશાળ શ્રુતજલધિ પ્રવેશ નાવા
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy