SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તી ન શકે. જેને યોગદષ્ટિ સમુચ્ચયમાં ઇચ્છાયોગ કહ્યો છે. તે રીતે જે ઉચ્ચ સાધુતાયુક્ત હોય તેને વંદન કરે. પણ તેના વંદન લે નહીં. પણ અવસરે યોગ્ય વ્યક્તિ પાસે પોતાની લાચાર સ્થિતિ વર્ણવે. મુનિગણના પૂરા અનુરાગી હોય. જયણાપૂર્વક સંયમ પાળતા પોતાનાં કર્મ ખપાવે. લોક સમક્ષ પોતાની હીનતા કહેવી તે કંઈ ઓછી નમ્રતા નથી ! એને દુધેરવ્રત કહ્યું છે. પ્રારંભમાં જે દ્રવ્યક્રિયા કરે છે, તે પણ ધીરે ધીરે ઉત્તર ગુણસ્થાનકની સ્પર્શના કરનાર બને છે. જેમ બીજનો ચંદ્ર દિવસે દિવસે એક એક કળાની વૃદ્ધિ પામતો પૂર્ણ બને છે, તે પ્રમાણે આ સંવિગ્ન પાક્ષિક પણ ઉત્તરોત્તર શુદ્ધ પરિણામી બને છે. તેનામાં મોટો ગુણ નિર્દભતા હોવો જોઈએ. શ્રી મહાનિશીથ સૂત્રમાં પણ કહ્યું છે કે લજ્જાદિકથી પણ જે વ્રત પાળે છે તે કૃતપુણ્ય છે, કૃતાર્થ છે. જો નિર્દભ છે તો પૂ. ઉપાધ્યાયજી મહારાજે પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ માટે પણ આ જ શબ્દ વાપર્યા છે. પોતાને પણ તેઓ સંવિગ્ન પાક્ષિક તરીકે જ ઓળખાવે છે. ઇચ્છા-યોગના સાધક તરીકે જ ગણે છે. આ સામાન્ય ઘટના નથી. નમ્રતાની સીમા છે. આપણે પણ આપણા જીવનને જોઈએ અને આ ત્રણ માર્ગમાં આપણું સ્થાન કયાં છે તે વિચારીએ. ભવના જે ત્રણ માર્ગ છે તે તો સમજાય તેવા છે. ગૃહસ્થ, યતિલિંગ અને કુલિંગ – એ ત્રણે સંસારવૃદ્ધિનું કારણ છે, તેના વિવેચનની આવશ્યકતા નથી જણાતી. શ્રુતજલધિ પ્રવેશે નાવા
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy