SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ બત્રીસી ૮, ૯ આઠમી બત્રીસીમાં વાદનું સ્વરૂપ વર્ણવ્યું છે. વાદ ત્રણ પ્રકારના છે : (૧) શુષ્કવાદ. (૨) વિવાદ અને (૩) ધર્મવાદ. આમાં પહેલાં બે હોય છે. જ્યારે ત્રીજો ધર્મવાદ ઉપાદેય છે. ત્રણે વાદનું લક્ષણ અને સ્વરૂપ દર્શાવીને વિસ્તારથી ધર્મવાદ અને તેના વિષય રૂપે હિંસા, આત્મા વગેરે વિષયોને સૂક્ષ્મ રીતે નિરૂપ્યા છે. પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ. પહેલો છે શુષ્કવાદ. આ શુષ્ક શબ્દના બે અર્થ થઈ શકે. શુષ્ક એટલે જે વાદમાં ચર્ચામાં વાદી-પ્રતિવાદી બન્નેનાં ગળાં તાનમાં બોલી બોલીને શુષ્ક થઈ જાય. સૂકાઈ જાય અને વાદના અંતે કોઈ પણ યોગ્ય બાબતનો નિર્ણય ન નીપજે. એક રીતે જે વાદ નિષ્ફળ વાદ પુરવાર થાય તે શુષ્કવાદ. આમાં ફળ રૂપે શું મળે ? બેમાંથી એકને પરાભવ. લઘુતા અને અનર્થની પરંપરા. અનર્થ એટલે કે મરણ, ચિત્તભ્રમ, અને વૈરાનુબંધ ઇત્યાદિ મળે છે. બીજો આવે છે વિવાદ-વાદ. તેની વ્યુત્પત્તિ કરી છે કે વિરુદ્ધ જે વાદ (?) તે વિવાદ. તેમાં છળ જાતિ વગેરેનો પ્રયોગ કરવામાં આવે. છળનો અર્થ થાય છે કે વાદીએ એક વાક્ય જે અભિપ્રાયથી ઉચ્ચાર્યું હોય, તે વાક્યને તે અભિપ્રાયથી સાવ જુદા જ અભિપ્રાયથી દૂષિત કરીને ખોટું ઠરાવવાનો પ્રયત્ન કરવો. અને જાતિ એટલે ખોટો જ ઉત્તર આપવો. આવા વિવાદ-વાદમાં કોઈને
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy