________________
સપ્તભંગીની દૃષ્ટિએ અને ચાર નિક્ષેપાની દૃષ્ટિએ વળી તેના જુદા જુદા અર્થો થાય! શબ્દોની પોતાની પાંખમાં સંગ્રહીત અનેકવિધ અર્થને કરવાની શક્તિનું દર્શન થવું તે આપણા ગજા બહારની વાત છે. તેથી એ સમુદ્ર રૂપ આગમ પાસે પહોંચવા માટે, તેમાં પ્રવેશવા માટે આપણી પાસે કંઈક માધ્યમ હોવું જોઈએ, કોઇક નાવ હોવી જોઇએ. નાવનો સહારો લઇએ તો સમુદ્રમાં પ્રવેશ સહેલાઇથી થઈ શકે.
આગમગ્રંથોના ભાવોને અનુસરતા પોતાના ગ્રંથો માટે પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે જ આ કલ્પના અને ઉપમા આપી છે. (સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં ઢા. ૪ ગા. ૧૨, દ્વા. ધો. ત્રિશિંકા, ૩૨) અને એ ઉપમા બહુ તર્કસંગત પણ છે. સદ્ભાગ્યે એવા નાવ સ્વરૂપ ગ્રંથો આપણે ત્યાં વિપુલ પ્રમાણમાં લખાયેલા છે, તે ગ્રંથોનો-પ્રકરણોનો પરિચય આપવાનો અહીં નમ્ર પ્રયત પ્રારંભાય છે. ક્યાંક પરિચય આપીશું, જ્યાં જરૂર જણાશે ત્યાં તે ગ્રંથનો કે તે પ્રકરણનો સારસંક્ષેપ આપીશું. વિશેષ મહત્ત્વની બાબતનો રસાસ્વાદ પણ કરાવીશું. અને તે તે ગ્રંથોને લાગતી-વળગતી સામગ્રીની માહિતી પણ આપીશું. તેના ઉપર થયેલા ટીકા-અનુવાદ અને પ્રકાશન વગેરેની પ્રાપ્ત વિગતો આપવાનોય પ્રયત્ન કરીશું. એમાં પહેલાં તો પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજે યોગ-અધ્યાત્મધ્યાન વિષયક બધા પદાર્થોનો સંગ્રહ જેમાં કર્યો છે, તેવા ગ્રંથો લઈશું. અધ્યાત્મ-યોગ-ધ્યાન અને સમતા જેવા વિષયો અંગે જેટલું ભિન્ન ભિન્ન સ્થળે મળે છે, તે બધું અહીં એકી સાથે મળે છે. જે અહીં નથી તે ક્યાંય નથી. અને જે બીજે છે, તે સઘળું અહીં છે જ. એમ કોઇ પણ સહૃદય વાચક સજ્જન કહેશે.
જો કે ઉપર-ઉપરથી વાંચનારને આમાં અતિશયોક્તિ લાગશે. પણ તે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજનાં વચનોને ફરી-ફરીને વાગોળશે, અર્થ-મર્મ-રહસ્ય અને ઐદપપર્યાર્થ સુધી પહોંચશે, તે તો
૩
卍