________________
આ ગ્રન્થ સ્વોપજ્ઞવૃત્તિ સાથે સર્વ પ્રથમ જૈનધર્મ પ્રચારક સભા તરફથી વિ. સં. ૧૯૬૬માં પ્રકાશિત થયો છે. મૂળ ગ્રન્થમાં બત્રીસ બત્રીસીઓ છે. એકત્રીસ બત્રીસીમાં અનુષ્ટુપ છંદ છે. અને એકમાં રથોદ્ધતા છંદ છે. તેના ઉપર પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજની જ સ્વોપજ્ઞ તત્ત્વાર્થદીપિકા નામની વૃત્તિ છે. વૃત્તિની રચનાશૈલીમાં નવ્યન્યાયની શૈલીનાં દર્શન થાય છે. આ જ ગ્રન્થની બીજી આવૃત્તિ આ જ વર્ષે વિ. સં ૨૦૩૭માં રતલામ, મ.પ્ર.ના આરાધના ભવન ટ્રસ્ટ દ્વારા પૂ. પં.શ્રી વિચક્ષણવિજયજી મ. ની પ્રેરણાથી પ્રકટ થઈ છે. તેમાં પ્રથમ આવૃત્તિની જ આ પુનરાવૃત્તિ માત્ર છે. તેમાં જે પ્રસ્તાવના છે તે મૂળ અથવા તેનો ગુજરાતી અનુવાદ આપી શકાયો હોત તો ગ્રન્થ વધુ ઉપકારક થાત. તે પ્રસ્તાવનામાં ઘણી માર્મિક વાતો તેઓએ નોંધી છે, જે ગ્રન્થને ઓળખવામાં બહુ સહાયક છે.
હવે પહેલી બત્રીસી જોઈએ. તેનું નામ દાન બત્રીસી છે. પ્રારંભમાં જ દાનના મુખ્ય બે ભેદનું વિવરણ છે. સુપાત્રદાન અને અનુકંપાદાન. બન્નેની વ્યાખ્યા બહુ મિતાક્ષરમાં આપી છે. અનુકંપાદાનની ફળ દેવાની મર્યાદા બતાવી છે. અનુકંપાદાન સ્વર્ગાદિ ૫૦ અપાવે, જ્યારે સુપાત્રદાન સર્વકર્મક્ષયજન્ય મોક્ષ અપાવે. અર્થાત્ ઇતરોક્તિથી એવું પણ ધ્વનિત થાય છે કે જો સુપાત્રદાન યાવત મોક્ષ આપે તેમ છે, તો સુપાત્રદાન મોક્ષના હેતુથી આપવું જોઇએ. સુપાત્રમાં દાન ભક્તિપૂર્વક કરવું જોઇએ. એ ભક્તિ એટલે શું? ભવનિસ્તારની વાંછાપૂર્વક જે થાય તે ભક્તિ અને અનુકંપાને લાયકમાં જે કરવામાં આવે તે અનુકંપા કહેવાય. અનુકંપ્યત્વના લક્ષણની ચર્ચા બીજા શ્લોકની ટીકામાં બહુ સુંદર કરી છે. આજકાલ અનુકંપાદાન અથવા ઉચિત દાનના નામે જે પ્રવૃત્તિ થઈ રહી છે, તે આ બત્રીસીના પ્રકાશમાં પુનઃવિચારણા માંગે છે. અહીં ૨૪મા શ્લોકમાં એક બહુ સૂક્ષ્મ વિષયની ચર્ચા કરવામાં આવી છે. આ જ વિષય વિસ્તારથી શ્રી ભગવતી સૂત્રમાં, શ્રી ઠાણાંગ સૂત્રમાં સવિસ્તર
શ્રુતજલઘિ પ્રવેશે નાવા
卍