SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જપ પરમજ્યોતિ પંચવિંશતિકા પરમાત્મ પંચવિંશતિકા પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે શ્લોક સંખ્યાનો નિર્દેશ કરતા શીર્ષકવાળા પુસ્તક – ગ્રન્થોની જે રચના કરી છે, તેમાં અષ્ટક ગ્રન્થ જે જ્ઞાનસાર અષ્ટક તરીકે પ્રસિદ્ધ છે. તથા બત્રીસ બત્રીસી, જેમાં એક વિષય પરત્વે બત્રીસ શ્લોક રચાયા હોય અને તેના બત્રીસ વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું હોય, તે ગ્રન્થ દ્વાત્રિશત્કાવિંશિકા કહેવાય છે. એ જ પ્રમાણે જેમાં પચ્ચીસ શ્લોક એક વિષયને નિરૂપતા હોય તેને પચ્ચીસી કહેવાય અને એવા ગ્રન્થ રચનાની પ્રણાલિકા આપણે ત્યાં બહુ જૂની છે. ધનપાલ કવિની ઋષભપંચાસિકા (૫૦) ગાથાની મળે છે. તો શ્રી રત્નાકરસૂરિજી મહારાજે રચેલી રત્નાકર પચ્ચીસી પણ અતિ પ્રચલિત છે. આ રીતે પચ્ચીસી રૂપે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે રચેલી બે પચ્ચીસી મળે છે. (૧) પરમ જ્યોતિઃ પંચવિંશતિકા જેનું અપર નામ આત્મજ્યોતિ સ્વરૂપ પંચવિંશતિકા છે. (૨) અને બીજી પચ્ચીસીનું નામ પરમાત્મ પંચવિંશતિકા છે. બન્ને પચ્ચીસીનો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે. અને તે છપાઈ ગયો છે. પહેલી પચ્ચીસીમાં તેના નામ પ્રમાણે પરમજ્યોતિનું જ બહુ અલ્પ શબ્દોમાં ઠોસભાવો રજૂ કર્યા છે. પરમજ્યોતિ પંચવિંશતિકાળ
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy