SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ || નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે વાચકજસનો પ્રસાદ સંપ્રાપ્ત થાઓ (દ્રવ્યગુણ પર્યાયના રાસ વિષેના બે શબ્દો) વિદ્યાનુરાગી વ્યક્તિઓ માટે આ સાચે જ શુભ સમાચાર છે કે દ્રવ્ય ગુણ પર્યાયના રાસનું વિવરણ પ્રકાશિત થઈ રહ્યું છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય ધર્મધુરન્ધરસૂરીશ્વરજી મહારાજનું વિવરણ પ્રકાશિત થયા પછી કેટલાં બધાં વર્ષે આ ગ્રન્થ ઉપર ફરીથી કામ થયું. આશા તો છે જ હવે જે નાની વયના જિજ્ઞાસુ પૂજ્ય સાધુસાધ્વીજી મહારાજને અભ્યાસ માટેની દિશા દર્શાવી હતી ત્યાં આ પ્રભુવાણીનો અમૃત કુંભળ મળે છે તેથી તેને અનેકાનેક સાધુ-સાધ્વીજી મહારાજ જરૂર અધ્યયનનો વિષય બનાવશે. ઉપાધ્યાયજી મહારાજના ગુરુ મહારાજ પંડિત શ્રી નવિજયજી મહારાજે જ્યારે વિ.સં. ૧૭૧૧ની સાલમાં સિદ્ધપુર (ઉ.ગુજ.) માં આ ગ્રન્થ રચ્યો અને તેનો પ્રથમ િ (સૌથી પહેલી સ્વચ્છ નકલ) લખ્યો ત્યારે તેઓએ આ ગ્રન્થ માટે બે લીટી લખી છે તે આપણા માટે પથદર્શક બની રહે છે. "सकल विबुधजन चेतश्चमत्कार कारकोऽयं रासः ॥ સન સાધુનૈષ્ણનીય " અર્થ : “તમામ પંડિત પરુષોના ચિત્તને આશ્ચર્યચકિત કરી દે તેવો આ ગ્રન્થ છે અને તેથી જ બધાં જ સાધુઓએ આનો અભ્યાસ કરવો જોઈએ.” સૌથી મોટો ઉપકાર તો એ કર્યો કે મૂળ રાસની રચના કરી લીધા પછી તેના ઉપર તે અર્થના સ્પષ્ટીકરણ માટે તેઓ જ જાતે તેના ઉપર ટબો-બાલાવબોધ રચીને ઉપકારનો મેરુ રચી દીધો. ટબો એ મળગ્રન્થ જ છે. તેઓએ જે બાબત સિદ્ધહસ્ત કરી છે તેની ચાવી તે પ્રક્રિયામાં આમાં આપી દીધી છે. તેઓમાં એક અભુત અનન્ય સિદ્ધિના દર્શન થાય છે તે નય-વિવાર - આ ખૂબી છે. કોઈપણ વાક્ય તેમની પાસે આવે એટલે આ વાક્ય કયા નયનું છે તે તેઓને અસંદિગ્ધપણે સમજાઈ જાય. તેને ઉપાદેય બનાવવા માટે તેમાં શું ઉમેરવું જરૂરી છે! તે ઉમેરી દેતાં તે વાણી સ્યાદ્વાદીની વાણી બઝીણી રણ
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy