________________
§O
દેખીતી ઝાકઝમાળ ઘણી હોય તે મહાન એમ નહીં, અને તેવાનાં વચન માનવાં એમ પણ નહીં. વચનો તો યુક્તિસંગત હોય તે જ માનવાં. બાહ્ય-અત્યંતર વૈભવ તો પુણ્યોદયથી પ્રાપ્ત થાય છે. અન્તર્ગત જે ગુણ છે, તે જ બાહ્ય પ્રકટે છે. મણિ કપડાથી આવૃત હોય ત્યારે પણ તેનું તેજ દેખાય છે તેમ.
આ બત્રીશીમાં જઞત્કર્તૃત્વ વિચાર પણ નવ્યન્યાયની શૈલીમાં અનુમાન સહિત નિરૂપ્યો છે. ભિન્ન ભિન્ન મતોનું યુક્તિથી ખંડન કર્યું છે. કોઈ જિનનું મહત્ત્વ તેઓ સંખ્યાબદ્ધ દાન આપે છે તે હેતુથી કહે છે. કોઈ કહે કે ઈશ્વર જગતનું સર્જન કરે છે, માટે તેનું મહત્ત્વ છે. પણ આ રીતે તેનું મહત્ત્વ નથી. એવું ઘણી યુક્તિઓથી પ્રતિપાદન કર્યું છે.
છેલ્લા પાંચ શ્લોકમાં તો પાંચમી ભક્તિ બત્રીસીની પૂર્વ ભૂમિકારૂપે બહુ સુંદર શબ્દોમાં પરમાત્માનું મહત્ત્વ દર્શાવ્યું છે. અર્હ એ બે અક્ષરનો મહિમા બહુ ભાવપૂર્ણ શબ્દોમાં વર્ણવ્યો છે. અર્જુને સેવ્યા વિના હજારો વર્ષ સુધી અન્ય યોગ વગેરે સાધના કરો, તો પણ તમારો ઉદ્ધાર શકય નથી. આત્મા અર્હતના ધ્યાનથી પરમાત્મપણાને પામે છે. તમારામાં ચૈતન્ય હોય તો આ અર્હત એ જ પૂજ્ય છે, તે જ સ્મરણ કરવા લાયક છે. તે જ આદરપૂર્વક સેવનીય છે. આની જ ભક્તિ કરવી જોઈએ. છેલ્લો શ્લોક તો આપણે ત્યાં ખૂબ જ પ્રચલિત અને વારંવાર વ્યાખ્યાન આદિમાં સાંભળવા મળે છે.
सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानन्दसंपदाम् ॥
શ્રી ઉપાધ્યાયજી મહારાજ ફ૨માવે છે કે અદ્યાવધિ જે શ્રુતસમુદ્રનું અવગાહન કર્યું, તેનો સાર મેં આ તારવ્યો છે કે અરિહંત પરમાત્માની ભક્તિ એ સકળ - પરમાનંદ સંપત્તિનું બીજ છે.
શ્રુતજલધિ પ્રવેશે નાવા
-