________________
ભૂમિકા પછીની વાત આવે છે પ્રવૃત્તિ-આશયની. આમાં એ તપની પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રયત્નશીલ રહે. અન્ય કાર્યમાં અભિલાષા ન રાખે અને એ જ અનુષ્ઠાનમાં સ્થિર પરિણતિ ધારીને આગળ ધપતો રહે. હવે એ રીતે આગળ ધપતાં ધપતાં જે વિઘ્ન આવે તેનો જય કરે, તેને જીતે, આ વિઘ્ન પણ ત્રણ પ્રકારના છે હીન-મધ્યમ ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનાં વિઘ્ન વળી અહીં રૂપકથી સમજાવ્યા છે : મુસાફરીએ નીકળેલા મુસાફરને વિઘ્ન કર્યાં ! તો કહે છે કે, રસ્તામાં કાંટા હોય તો ધાર્યું ન જવાય. હવે રસ્તો નિષ્કંટક છે પણ જનારને જ જ્વર-તાવ અને ઉપલક્ષણથી વ્યાધિ છે, તો તે જઈ નહીં શકે. પછી ત્રીજી કહે છે માની લો. કે માર્ગ નિષ્કંટક છે, મુસાફર વ્યાધિ મુક્ત છે, પણ તેને દિશાનો વ્યામોહ થઈ ગયો છે. તો પણ તે ઇષ્ટ સ્થળે નહીં પહોંચી શકે, આ ત્રણે વિઘ્નોને તેણે ઓળંગવાં પડે છે. તે રીતે તપ તો કરવો છે, તેના આગળ તો વધવું છે, પણ ગરમી બહુ પડે છે, આ બાહ્ય પ્રતિકૂળતા. પછી બહારની મોસમ તો અનુકૂળ છે, પણ તાવ વગેરે વ્યાધિ છે, આ અંતરંગ પ્રતિકૂળતા. આ બંને નથી, પણ ભગવંતના વચન ઉપર જ શ્રદ્ધા નથી. ‘તપ કરવો જોઈએ અને તપ મોક્ષ અપાવે’૭૫ વગેરે વચનો ઉપર શ્રદ્ધા નથી. એ ત્રણ વિઘ્ન છે, તેથી ગતિપ્રગતિ બન્ને અટકે છે. એટલે આ વિઘ્નોનો જય મેળવવો જોઇએ. આવો જય પામ્યા પછી જ સિદ્ધિ સાંપડે છે. આ સિદ્ધિ શું છે ? તો કહે છે કે, તાત્ત્વિક ધર્મની પ્રાપ્તિ સ્વરૂપ છે. વળી અનુભવ રૂપ છે, અર્થા આત્માને આત્મા વડે આત્મામાં જાણવાનો અનુભવ અને પોતાને જે સિદ્ધિ લાધી છે, તેને જેના પ્રભાવથી મળી, તેનો વિનય કરે, જે મધ્યમ છે તેના પ્રત્યે ઉપકાર કરે, અને જે હીણાં છે તેના પ્રત્યે કૃપા રાખે, અને આ સિદ્ધિ પછી આવે છે.
પાંચમો આશય વિનિયોગ. એટલે જે ગુણની સિદ્ધિ થઈ હોય, તેનો અન્યમાં વિનિયોગ કરે. એટલે બીજાને ધર્મમાં જોડે અને તેથી બન્નીથી ૧૦-૧૧-૧૭
卍