________________
કાયાદિના વ્યાપારો-ક્રિયાઓ. નિશ્ચયથી બીજા અપૂર્વકરણ વખતે આ ક્ષમાદિ ધર્મ પૂર્ણ રૂપે પ્રકટે છે, ત્યારે તાત્ત્વિક ધર્મ સંન્યાસ હોય છે. અતાત્ત્વિક ધર્મ સંન્યાસ તો દીક્ષા વખતે પણ હોય છે અને દીક્ષાનો અધિકારી તેને કહેવાય કે જે ભવથી વિરાગી હોય. આ પ્રસંગે ટીકામાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે ધર્મબિંદુ ગ્રંથમાં પ્રવજ્યાને માટે કોણ લાયક કહેવાય ? તેનો જે અધિકાર છે, તે મૂક્યો છે. વર્તમાન કાળે થતી દીક્ષાઓમાં આ માપદંડ બહુ ઉપયોગી લાગે છે. યોગ સંન્યાસની જે વાત છે, તેની ભૂમિકા સમજાવતાં લખે છે કે, આયોજ્યકરણ પછીની અવસ્થા એટલે કે કેવળી સમુદઘાત કરે છે. ભવોપગ્રાહી કર્મ-આયુષ્ય સિવાયના ત્રણ કર્મ જો આયુષ્યકર્મ કરતાં વધારે સ્થિતિવાળા હોય, તો શૈલેશીકરણની ક્રિયા કરીને ત્રણે કર્મ આયુષ્યકર્મ જેટલી સ્થિતિવાળા કરે છે, તે વખતે અયોગી થવા માટે કાયાનો જે વ્યાપાર તે યોગ સંન્યાસ છે. વ્યવહારથી તાત્વિક આ યોગ સંન્યાસ, તો અપુનબંધક અવસ્થા, સમ્યકદષ્ટિની અવસ્થામાં ઘટી શકે છે, નિશ્ચયથી તાત્ત્વિકતો સર્વવિરતિઘરમાં ઘટી શકે છે. કારણ કે યથાયોગ્ય શુદ્ધિની અપેક્ષાએ અધ્યાત્મની ભાવના રૂપ છે અને અતાત્ત્વિક તો માત્ર વેપધરને ઘટે છે. આના જે બીજા ભેદો, સાનુબંધ, નિરનુબંધ, સાશ્રવ, નિરાશ્રવ વગેરે ભેદો દર્શાવ્યા છે. વળી કુલયોગી, અને પ્રવૃત્ત ચક્ર એનાં પણ લક્ષણો દર્શાવ્યાં છે. પછી આગળ ઉપર પ્રવૃત્તિ ચક્ર જે હોય, તે ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમવાળા હોય અને તેવો સ્થિરયમ અને સિદ્ધિયમના અભિલાષી હોય અને બુદ્ધિના જે શુશ્રુષા-શ્રવણ-ગ્રહણધારણ-વિજ્ઞાન-ઊહાપોહ વગેરે ગુણોથી યુક્ત હોય.
છેલ્લા આઠ શ્લોકમાં ત્રણ અવચંયોગનું નિરૂપણ છે. યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક આ ત્રણનો સંક્ષેપમાં અર્થ આ પ્રમાણે છે : જેના દર્શનથી પણ પાવન થવાય એવા આ કલ્યાણ સંપન્ન પુરુષનો સંયોગ-સમાગમ ને યોગાવંચક. એ જ
કૃતજલધિ પ્રવેશે નાવા