Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 96
________________ શાસ્ત્રમાં કહેલા માર્ગ પ્રમાણે ચાલવાની ઇચ્છા ખરી, તેનું કાંઈક જ્ઞાન પણ ખરું, પણ પ્રમાદી હોવાના કારણે તેને અનુષ્ઠાનો કાલ આદિ પ્રમાણે ન થાય, તે ઈચ્છાયોગ કહેવાય છે, શ્રી હરિભદ્રસૂરિજીએ યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં પ્રારંભિક મંગળ ઇચ્છાયોગથી વીરને નમસ્કાર કરીને કર્યું છે. ઈચ્છાયોગ પછી શાસ્ત્રયોગ આવે છે. અપ્રમત્ત જીવોને આ યોગ હોઈ શકે. તીવ્રબોધ અને તીવ્ર શ્રદ્ધાસંપન્ન જીવો આ યોગ દ્વારા અખંડ આરાધના કરે છે. તે પછી ત્રીજો સામર્થ્ય યોગ આવે છે. આ યોગે વર્તનાર જીવો શાસ્ત્રમાં બતાવ્યા મુજબ તો કરતાં જ હોય, બલ્ક તેનાથી આગળ આગળ વધીને પણ તેઓની આચરણા હોય છે. પ્રતિભજ્ઞાનની આ ભૂમિકા માટે પાતંજલ ઋષિએ ઋતંભરા પ્રજ્ઞા એવો શબ્દ વાપર્યો છે અને આપણી જૈન પરિપાટી મુજબ એ ભૂમિકા એટલે કેવળજ્ઞાનની પ્રાપ્તિની પૂર્વેની ભૂમિકા છે. જેમ સૂર્યોદયની પહેલાં અરુણોદય હોય છે, તેવી એ અવસ્થા કહેવાય. જે રીતે એ અરુણોદયની વેળાએ તમે રાત્રિ પણ ન કહી શકો, તેમ દિવસ પણ ન કહી શકો. રાત સંપૂર્ણ ગઈ નથી, સૂર્ય આવી ગયો નથી, એ વેળા અરુણોદય કહેવાય છે. અર્થાત્ રાત્રિ પછીની પળે સૂર્ય પહેલાંની જે વેળા, તે અરુણોદયની વેળા. તે પ્રમાણે શ્રુતદાન પછીની અને કેવળજ્ઞાન પહેલાની અવસ્થાને આ પ્રાતિજજ્ઞાનની કહો કે સામર્થ્ય યોગની અવસ્થા છે. પતંજલિ જેને ઋતંભરા પ્રજ્ઞા કહે છે, તેને પામવાના ઉપાયો વ્યાસે આ પ્રમાણે જણાવ્યા છે : આગમથી, અર્થાત શાસ્ત્રો વડે. બીજો ઉપાય છે અનુમાનથી અને ત્રીજો ઉપાય છે ધ્યાનાભ્યાસ. આ ત્રણથી પ્રજ્ઞાન-ઋતંભરા પ્રજ્ઞાને પામતો ઉત્તમયોગને સાધે છે. આ સામર્થ્ય યોગ બે પ્રકારનો છે. ધર્મ સન્યાસ, અને યોગ સન્યાસ. ક્ષમા વગેરે ધર્મ જે ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે તે ધર્મ અને યોગ સંન્યાસ એટલે કાયાદિકર્મ એટલે કે કાયોત્સર્ગ વગેરે બઝીણી ૧૯ ૯૧

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106