________________
પ્રાણથી રહિત બનાવવા તે હિંસા અને તેનો અભાવ એટલે પ્રાણીને ન હણવા તે અહિંસા. આ ક્રોધથી લોભથી અને મોહથી કરવું, કરાવવું અને અનુમોદવું અને તેમાં રસની દૃષ્ટિએ મન્દ, મધ્યમ અને તીવરસ આ નવથી ત્રણને ગુણીએ એટલે ૨૭ ભાંગા થાય. આ અહિંસાના પાલનથી નજીકમાં રહેલાં જીવોની વૈરભાવનાનો ત્યાગ થઈ જાય છે. આ યમના પાલન દરમ્યાન જ યોગબીજની પ્રાપ્તિ થાય છે. યોગબીજ એટલું શું ? જિનેશ્વર ભગવાન પ્રત્યે દૂષાદિનો અભાવ અને પ્રીતિવાળું ચિત્ત, અને એ ચિત્તથી પ્રેરિત ‘નમોસ્તુ' ‘નમોસ્તુ' એવું બોલતાં એ વાણી દ્વારા નમસ્કાર કરે અને પછી કાયા દ્વારા પંચાંગ પ્રણામ કરે. આમ મન-વચન અને કાયા દ્વારા આ જિનેશ્વર પ્રત્યેની ભક્તિ તે યોગબીજ છે. આ યોગબીજની પ્રાપ્તિ ચરમાવર્ત કાળમાં આવેલા જીવમાં સંભવી શકે.
આ મિત્રા દૃષ્ટિની જે ભૂમિકા છે, તે પણ એટલી ઊંચી લાગે છે કે, આપણા જીવનની સાથે સરખાવતાં લજજા ઊપજે છે. સંસાર પ્રત્યે સહજ ઉદાસીનતા, શુદ્ધ ઔષધનું દાન વગેરે અને વિધિપૂર્વક સિદ્ધાન્તનું લેખન, પૂજન, દાન, શ્રવણ, વાચના, વિધિપૂર્વક ગ્રહણ કરવી, ગ્રહણ કર્યા પછી યોગ્ય જીવોમાં તેનું પ્રદાન, ચિંતના ભાવના આ બધાં યોગબીજ છે.
આવા પ્રકારના પ્રિયદર્શન-ભદ્રમૂર્તિ જીવને શુભનિમત્તનો સંયોગ ત્રણ પ્રકારના અવંચક યોગથી થાય છે. આ ત્રણ અવંચક યોગની વાત આ અગાઉની બત્રીશીમાં જણાવાઈ ગઈ છે.
આ યોગબીજની પ્રાપ્તિમાં અન્તરંગ હેતુ તરીકે ભાવમલની અલ્પતા જ મુખ્ય કારણ છે. કારણ કે જ્યાં સુધી તીવ્ર મલ હોય ત્યાં સુધી સત્ત્વબુદ્ધિ પ્રાપ્ત થતી નથી. પાંગળો માણસ મોટા તરૂવરની શાખાને કયાંથી સ્પર્શી શકે ?
આ અવસ્થામાં પ્રથમ ગુણસ્થાનક હોય છે. વ્યકતમિથ્યાત્વ એ પહેલું ગુણસ્થાનક છે. અનાદિકાળથી આ આત્માનું મિથ્યાત્વ પણ
બીંથી ૨૦-૨૧
62
租