________________
બત્રીશી : ૧૩-૧૪-૧૫ મુક્તિ - મોક્ષ તેના પ્રત્યે અદ્વેષ એની પ્રધાનતા છે જેમાં એવા વિષયનું નિરૂપણ આ ૧૩મી બત્રીશીમાં કર્યું છે. ગુર્નાદિનું જે પૂજન વગેરે કરે તે મુક્યષ પૂર્વક કરે, અર્થાત્ જે કોઈ અનુષ્ઠાન કરે તેની પાછળનો ઉદેશ મોક્ષનો હોવો જોઈએ. કર્તાને ભેદે અનુષ્ઠાનના ભેદ પડે છે, એ અનુષ્ઠાનના પાંચ પ્રકાર છે તેમાં બે અનુષ્ઠાન ગ્રહણ કરવા લાયક આદરવા લાયક છે. જ્યારે ત્રણ
અનુષ્ઠાન પરિહરવા લાયક છે. નામ આ પ્રમાણે છે : અમૃત 11 અનુષ્ઠાન, તદહેતુ અનુષ્ઠાન, વિષ અનુષ્ઠાન, ગરલ અનુષ્ઠાન અને
અનનુષ્ઠાન. આમાં અમૃત અને તદહેતનું ફળ મોક્ષ હોઈ શકે,
જ્યારે બાકીના ત્રણનું ફળ સંસાર હોય છે. આ અનુષ્ઠાનોમાં ભેદ ક્રિયા ઉપરથી નથી પડતા પણ કર્તાની મનોવૃત્તિના કારણે આ ભેદ પડ્યા છે. એની વ્યાખ્યા-લક્ષણ આ પ્રમાણે છે. અમૃત અનુષ્ઠાન માટેની વ્યાખ્યા ઘણા ગ્રંથમાં મળે છે. અહીં પણ ટીકામાં તેની ટૂંકી વ્યાખ્યા આપી છે. જિનેશ્વર ભગવાને કહ્યું છે, તેમ માનીને કરે, ભવનો ભય પામીને કરે, મોક્ષને માટે કરે, યાદ રાખવું ફાવે તેવું લક્ષણ શ્રીપાળ રાસ ખંડ ૪માં આ પ્રમાણે છે. તદ્ગતચિત્તને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિઘણોજી વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન લક્ષણ એ છે અમૃત ક્રિયા તણોજી.
શ્રુતજલધિ પ્રવેશે નાવા