Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 84
________________ દેવોની પૂજા કરવાની સાથે પાત્રમાં દીનાદિવર્ગમાં પોષ્યવર્ગમાં, યથાશક્તિ દાન દેવું જોઈએ. યાચક, રોગી, નિર્ધન વગેરેને પણ આપવું જોઈએ. સદાચારના પણ પાંચ પ્રકાર બતાવ્યા છે ઃ સુદાક્ષિણ્ય, દયાળુતા, દીન જીવો પ્રત્યે ઉત્કટ અનુકંપા, કૃતજ્ઞતા, પોતાના ઉપકારીના ઉપકારને યાદ કરવા તે, અને જનાપવાદ ભીરૂતા. આ પાંચ સદાચારમાં આવે. એમાં જ આગળ વધતાં જણાવે છે કે, ગુણી પુરુષોનો રાગ, સર્વત્ર સર્વની નિન્દાનો ત્યાગ, આપત્તિમાં અહીનપણું, સત્પ્રતિજ્ઞામાં અચલપણું અને સંપત્તિમાં નમ્રતા, કુલાચારનું અવિરુદ્ધ પાલન, અલ્પભાષિતા અને નિંદ્યપ્રવૃત્તિમાં પ્રાણાન્તે પણ પ્રવૃત્તિ ન કરવી. ઉત્તમ કાર્યો કરવાનો આગ્રહ, ચાર પુરુષાર્થ-ઉપયોગી કાર્યોમાં અર્થ વ્યય કરવો, અસદ્યયનો ત્યાગ અને પ્રમાદનો-મદ્યપાન વગેરેનો ત્યાગ, આ સદાચાર છે. આવા સદ્ આચારથી યુક્ત બનવું જોઈએ. તચપનો વિચાર કરવામાં ચાન્દ્રાયણ તપ, માસોપવાસ રૂપ મૃત્યુંજય તપ, પાપસૂદન તપ, વગેરે મંત્ર-જાપપૂર્વક કરે, પછી આવે છે મુક્ત્યદ્વેષ મોક્ષ એટલે કર્મક્ષય, ભોગ અને સંકલેશ રહિત એવા મોક્ષ માટે મોક્ષ પ્રત્યે દ્વેષ (અરુચિ) કરવો તે દૃઢઅજ્ઞાન અને અનિષ્ટની પ્રીતિના કારણે જ સંભવી શકે, ભવાભિનંદી જીવોને સંસાર સુખની ગાઢ આસક્તિના કારણે મોક્ષની રુચિ પ્રકટતી જ નથી. જ્યારે સહજ મલની અલ્પતા, થાય છે, ત્યારે મુકત્યદ્વેષ પ્રકટે છે. અદ્વેષશબ્દનો અર્થ રાગ-થાય છે. મુક્તિનો રાગ પ્રકટે, તો જ ક્રમશઃ પરમાનન્દની સંભાવના ઊપજે છે. પછી તેરમી બત્રીશી મુકદ્વેષ પ્રાધાન્ય બત્રીશી છે. આમાં વિષ-ગરલ-વગે પાંચ અનુષ્ઠાનનું વિગતે સ્વરૂપ વર્ણવ્યું છે. બીથી ૧૦-૧૧-૧૯ R

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106