Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 82
________________ તો તે આ સર્વપર્યાયથી ભિન્ન-અખંડ અને અકલંક છે. આ બધું સ્વરૂપ બરાબર સમજાઈ જાય તે પછી નયમૂલક વિચારણાના પ્રભાવે જીવને પરદર્શનમાં કથિત એવું યોગ સ્વરૂપ પણ યથાસ્થિત સમજાય. આ રીતે યોગલક્ષણ બત્રીશીમાં યોગસ્વરૂપ સમજાવી પાતંજલયોગને સંક્ષેપમાં સમજાવે છે. દશમી બત્રીશીમાં યોગનું જૈન દર્શનની દૃષ્ટિએ નિરૂપણ કર્યા પછી અન્ય દર્શનો પાતંજલ વગેરેની દૃષ્ટિએ યોગ એ શું છે, તે જાણવું જોઈએ, એટલે આ ૧૧મી બત્રીશીમાં પાતંજલયોગ લક્ષણ વિચા૨ ૨જૂ ક૨વામાં આવ્યો છે. આનાથી એક સૂચિતાર્થ એ પણ તારવી શકાય કે, સ્વદર્શનનો અભ્યાસ કર્યા પછી જ પરદર્શનનો અભ્યાસ કરવો જોઈએ. અન્યથા વિપરીત મતિ થઈ જવાની સંભાવના રહે છે. જ્યારે સ્વસમયના અભ્યાસ પછી પરસમયના અભ્યાસ દ્વારા સ્વસમયનું સ્થિરીકરણ થાય છે. પતંજલિ ઋષિ છે. તેઓનું યોગ વિષયક લક્ષણ છે કે, ચિત્તવૃત્તિઓનો નિરોધ તેનું નામ યોગ ! પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે પાતંજલિકૃત યોગદર્શન ઉ૫૨ નાની પણ માર્મિક વૃત્તિ લખી છે, તેમાં આ પ્રથમ સૂત્ર ઉપર ટિપ્પણ કરતાં લખ્યું છે કે, અશુભ ચિત્તવૃત્તિઓનો નિરોધ તે યોગ એવું લક્ષણ હોવું ઘટે. આ ચિત્તની વૃત્તિઓ પાંચ પ્રકારની છે. માન, ભ્રમ, વિંકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. આ પાંચની વ્યાખ્યા આપવામાં આવી છે. આ વિવેચનમાં સાંખ્ય દર્શનની પૂરી છાયા છે. આ પાંચે ચિત્તવૃત્તિઓના નિરોધ માટેનાં સાધન છે : અભ્યાસ અને વૈરાગ્ય ! ભગવદ્ગીતામાં પણ આ જ સાધનો કહ્યાં છે અને આની પ્રાપ્તિ માટેનો અભ્યાસ દીર્ઘકાળ સુધી, નિરન્તર, અને સત્કારપૂર્વક કરવામાં આવે, તો ઇષ્ટની પ્રાપ્તિ થાય છે. ઇષ્ટની એટલે શેની ? પરમાનન્દ નિષ્યન્ત એટલે કે અતિશય સુખના સમૃદ્ધ જેવા શાન્તરસ પ્રવાહનું દર્શન-અનુભવન થાય છે, પછી ત્યાં જ એ શાન્તરસમાં જ નિમગ્ન થઈને રહે છે. અન્યત્ર કયાંય જવાની, અન્ય કાંઇ જોવા-સાંભળવા-કરવાની ઇચ્છા બીથી ૧૦-૧૧-૧૯ ૭૭ 是

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106