________________
રહેતી નથી. અશેષ ઇચ્છાનો વિચ્છેદ થઈ જાય છે. આ રીતે ચિત્તવૃત્તિના નિરોધ અને સ્વ-સ્વરૂપની પ્રાપ્તિનો વિચાર વર્ણવ્યો છે. દશ શ્લોકમાં પતંજલિના મતનું નિરૂપણ કરી અગ્યારમા શ્લોકથી તેનું યુક્તિપુરસ્સર ખંડન શરૂ કર્યું છે. મોક્ષશાસ્ત્રનું નિરૂપણ સાંખ્યદર્શનનું નવ્યન્યાયની શૈલીએ ખંડન કર્યું છે અને છેલ્લે આ પતંજલિ કથિત લક્ષણ કરતાં તો મોક્ષ મુખ્ય હેતુ વ્યાપાર પરમાનંદને આપનાર નિવડે. પૂજ્યવાદ ઉપાધ્યાયજી મહારાજનું ઉપનામ પરમાનન્દ છે. એવું યોગનું લક્ષણ આ બત્રીશી ગ્રંથમાં બત્રીશે બત્રીશીના છેલ્લા શ્લોકમાં કર્તવાચક પદ તરીકે પરમાનંદ શબ્દ જ પ્રયોજ્યો છે. તે સૂચક અને નોંધપાત્ર છે. બારમી બત્રીશીમાં આ યોગપ્રાપ્તિના ઉપાયરૂપ પૂર્વસેવાનું નિરૂપણ છે, તે અત્યારના યોગ, અધ્યાત્મ અને ધ્યાનની પાછળ ગાંડા થનારાઓએ ધ્યાનથી વિચારવા જેવું છે. યોગની પૂર્વસેવાના ચાર અંગો છે. (૧) ગુરુદેવાદિનું પૂજન. (૨) સદાચાર. (૩) તપ અને (૪) મુક્ષ્યષ.
ગુરુદેવાદિનું પૂજન એટલે શું ? એ વિચાર કરીએ તે પહેલાં ગુરુ વર્ગ કોને કહેવાય ? માતા, પિતા, શિક્ષક, વૃદ્ધપુરુષો અને ધર્મોપદેશકો, આ થયો ગુરુવર્ગ ! આ પુરુષો-વ્યક્તિઓ પ્રત્યે ત્રિકાળપૂજન-નમન, પર્યુપાસના, તેઓની નિન્દાના શ્રવણનો ત્યાગ અને નામ શ્લાઘા-પ્રશંસા આવે ત્યારે ઊભા થવું, સામા જવું, આસન આપવું, વગેરે ઉચિત વિનય કરવો, તેઓને જે ન ગમતું હોય તેનો ત્યાગ કરવો. જે ગમતું હોય તે કરવું. પોતાને મળેલી સુંદર વસ્તુઓ તેઓને અર્પણ કરવી. તેઓના ધન વગેરેને તીર્થક્ષેત્રમાં વાપરવું અને તેઓ જે આસન-પાત્ર વગેરે વાપરતા હોય, તે આપણે ઉપયોગમાં ન લેવાં, અને તેઓ પરમ ઉપકારી છે, એવો ભાવ લાવવો અને તેઓના અનુગ્રહને પાત્ર બનવા પ્રયત્ન કરવો. દેવોનું પૂજન, પવિત્ર થઈને શ્રદ્ધાપૂર્વક સુંદર પુષ્પો, વિલેપન, ધૂપ અને નૈવેદ્ય વડે અને સુંદર ભાવભર્યા સ્તવનો, સ્તોત્રો વડે કરવું જોઈએ.
શ્રુતજલધિ પ્રવેશે નાવા
૭૮