________________
આ અનુષ્ઠાનો દ્વારા યોગસિદ્ધિ ભાગ્યથી પ્રાપ્ત થાય છે કે પુરુષાર્થ થી પ્રાપ્ત થાય છે, તેની ચર્ચા સત્તરમી બત્રીસીમાં વિશદતાથી કરી છે. બન્ને નો સમતોલ વિચાર કર્યો છે. અમુક અપેક્ષાએ એક ગૌણ છે તો બીજો મુખ્ય છે. પણ બંનેથી કાર્ય થાય છે, એકને માનીને કાર્ય થતું નથી. આ ભવમાં જો અલ્પ શ્રમથી કાર્ય સિદ્ધ થાય, તો તો પૂર્વ ભવનો શ્રમ જે આ ભવમાં ભાગ્ય કહેવાય છે, તે કારણ રૂપ છે. '
આ ભાગ્ય - પ્રારબ્ધ અને પુરુષાર્થનું નિરૂપણ કરતાં કરતાં છેલ્લે એક વિષય સુંદર નિરૂપ્યો છે. ચરમાવર્ત કાળમાં આવેલા જીવની કારણીમાં ભાગ્ય કરતાં પુરુષાર્થ.બળવાન બને છે. ચરમાવર્ત પૂર્વે પ્રારબ્ધ બળવાન છે. તેવું જણાય, પણ ચરમાવર્તકાળમાં પુરુષાર્થની પ્રબળતા રહે છે. સમ્યકત્વ ગુણના પ્રાદુર્ભાવ પૂર્વે જે રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિ-ગાંઠનો ભેદ થાય છે, તેમાં પણ પુરુષાર્થની જ પ્રધાનતા છે અને આ રીતે સમ્યકત્વની પ્રાપ્તિ પછી ઔચિત્યપાલનના બળે પુરુષાર્થથી ચારિત્ર મોહનીયકર્મની સ્થિતિ બે પલ્યોપમથી નવ પલ્યોપમ સુધીની થાય, ત્યારે દેશવિરતિની પ્રાપ્તિ | થાય છે અને ઘણાં બધાં સાગરોપમ ખપાવે તો સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. સમ્યકત્વની પ્રાપ્તિ માટે, મોહનીય કર્મની જે કુલ સીત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ હતી તેમાંથી ઓગણસિત્તેર કોડાકોડી સાગરોપમ તો તેને ખપાવ્યા છે, હવે રહ્યા એક કોડાકોડી સાગરોપમ! તેમાંથી બે પલ્યોપમથી લઈ નવ પલ્યોપમના ક્ષયે દેશવિરતિ અને ઘણાં બધાં સાગરોપમના ક્ષયે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. પણ તે માટે પુરુષાર્થ તો કરવો જ પડે છે. આ દેશવિરતિ પ્રાપ્ત થવાથી આત્યંત ગુણસંપદાની દૃષ્ટિએ પાંચ ચિહ્નો પ્રકટે છે. (૧) માર્ગાનુસારિતા (૨) શ્રદ્ધા (૩) અર્થ વિશેષ દેશનારતિ (૪) ગુણાનુરાગ (૫) શકય ધર્મનો આરંભ. આ પાંચ ચિહ્નો પ્રકટ થયેલાં દેખાય છે. આ પ્રમાણે દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે ભેદે
શ્રુતજલધિ પ્રવેશ નાવા
૮૪