________________
યોગ પ્રવૃત્તિ થાય છે.
આ યોગની પ્રાપ્તિ પુરુષાર્થથી થાય છે. એ યોગનો પાંચ ભેદે વિચાર, અઢારમી બત્રીશીમાં કરવામાં આવ્યો છે. એ પાંચ ભેદ આ પ્રકારે (૧) અધ્યાત્મ (૨) ભાવના (૩) ધ્યાન (૪) સમતા (૫) વૃત્તિસંક્ષય. આ પાંચ પ્રકારે યોગ છે. આ પ્રત્યેકની વ્યાખ્યા કરી છે. તેમાં પ્રથમ, અધ્યાત્મનું લક્ષણ આ પ્રમાણે દર્શાવ્યું છે. મન મૈત્રી આદિ ભાવોથી ભરેલું હોય, બુદ્ધિ જીવાજીવાદિ તત્ત્વોનું ચિંતન કરનારી હોય, જીવન અણુવ્રતો કે મહાવ્રતોથી રંગાયેલું હોય અને વ્યવહાર ઔચિત્યથી પૂર્ણ હોય, તેને અધ્યાત્મ કહેવાય છે. પછી ક્રમશઃ મૈત્રી આદિ ચાર ભાવનાનાં લક્ષણો વર્ણવ્યાં છે. મૈત્રીનો ચાર ભેદે વિચાર કર્યો છે. ઉપકારી મૈત્રી, સ્વકીય મૈત્રી, સ્વાશ્રિત મૈત્રી, અને સકલ જીવ વિષયક મૈત્રી - આ ચાર પ્રકાર છે. કરુણા પણ મોહથી, સંવેગથી અને સ્વભાવથી એમ ત્રણ પ્રકારે છે. આપાતરમણીય-વિષયોમાં આનંદ, સુંદર આરોગ્ય વર્તતું હોય ત્યારે અનુભવાતો આનંદ, આ ભવ પર્યંત મળતાં સુખનો આનંદ, અને ચોથો આનંદ એ છે કે, મોહના ક્ષયથી જે અવ્યાબાધ મળે તે. એય ચાર પ્રકારે મુદિતા વર્ણવી છે અને ઉપેક્ષા એટલે કે માધ્યાસ્થ્ય ભાવના પણ ચાર પ્રકારે છે : કરુણાથી, અનુબંધથી, નિર્વેદથી, અને તત્ત્વ ચિંતનથી પછી બીજો યોગ પ્રકાર ભાવના વર્ણવ્યો છે. તેના પાંચ પ્રકાર છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્ય. એમ પાંચ પ્રકારની ભાવના છે. પછી ધ્યાનનું પણ ટૂંકાણમાં વર્ણન કર્યું છે. એ ધ્યાનમાં બાધક આઠ દોષો છે. ખેદ, ઉર્દૂગ, ભ્રમ, ઉત્થાન, વિક્ષેપ, વગેરે આઠ દોષોને વર્જીને ધ્યાન ધરે. કલ્પિત ઈષ્ટ અનિષ્ટ વસ્તુમાં જે સમભાવ તે સમતા છે. પછી પાંચમો યોગપ્રકાર વૃત્તિસંક્ષય છે. એ તો જૈન મતે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ કાળે યોગનો નિરોધ થાય છે, તે વેળાએ આ યોગ પ્રકાર વર્તતો હોય છે. આ વૃત્તિસંક્ષય યોગ પણ પાંચ પ્રકારનો છે.
બન્નીથી ૧૩-૧૪-૧૫
૮૫
卍