________________
તે રીતે વિવેકી જીવને તપ પણ ક્રોધનું કારણ નથી બનતો. તપ તો નિતાન્ત ઉપાદેય છે. તપની જેમ દયાનો પણ વિચાર સૂક્ષ્મ રીતે નિરૂપ્યો છે. અહીં જે દયાને વર્ણવતા છ શ્લોક છે, તેના ભાવના અને તે જ વિષયને નિરૂપતા શ્લોકો અધ્યાત્મસારમાં, અને ૧૫૦ ગાથાના સ્તવનમાં તેઓએ વિસ્તારથી વિશદતાથી નિરૂપ્યા છે. હિંસાઅહિંસાનું સૂક્ષ્મ નયાશ્રિત વિશ્લેષણ અહીં મળે છે. પહેલાં બે ભેદ પાડ્યા. લૌકિકી દયા અને લોકોત્તર દયા. તેમાં લૌકિકી દયા ઈષ્ટ નથી, કારણકે તેઓને પકાયનો બોધ નથી. વળી તેઓની દયા એકાન્તિકી નથી હોતી, કારણ કે નિશ્ચય નય અને વ્યવહાર નયનું જ્ઞાન તેઓને હોતું નથી. ષજીવનિકાયનું જ જ્ઞાન નથી, ત્યાં તેની દયા કયાંથી પાળી શકે ? શ્રી સિદ્ધસેન દિવાકરજીએ લખ્યું છે કે :__ य एष षट्जीवनिकायविस्तरः परैरनालीढपथस्त्वयोदितः ॥
(આપે જે આ ષજીવનિકાયનું નિરૂપણ કર્યું છે, તે અન્ય કોઈ પણ દર્શનકારે કર્યું નથી. એ રસ્તે કોઈ પણ ગયા જ નથી.)
વ્યવહાર દયા અને નિશ્ચય દયા એવા બે ભેદ બતાવ્યા. તેમાં સવાસો ગાથાના સ્તવનની ચોથી ઢાળમાં જે “જે રાખે પર પ્રાણને દયા તાસ વ્યવહારે તેમાં વ્યવહાર નિશ્ચય દયાનું જે લક્ષણ છે, તે અહીં છે. વળી આ શ્લોકની ટીકામાં સાતે નયે હિંસા-અહિંસાનું અલ્પ શબ્દોમાં પણ સુંદર સરળ નિરૂપણ છે. પછી યતનાથી - દયાના પરિણામથી વર્તનાર દ્વારા જે પર પ્રાણપીડા થાય, થઈ જાય, તે પણ દોષ રૂપ નથી.
વળી આ યતનાપૂર્વક જીવવા માટે હિંસાયતનનો ત્યાગ આવશ્યક બતાવ્યો છે, તે જણાવ્યું છે. સ્વેચ્છાચારનો ત્યાગ અને સંવિગ્ન ગીતાર્થોચીર્ણ પરંપરાનો આદર તે આમાં દર્શાવવામાં આવેલ છે.
६८
બ્રુતજલધિ પ્રવેશે નાવા