________________
લાભ થતો નથી. પહેલામાં માત્ર ઘૂંક ઉડાડવાનું આવે, જ્યારે બીજામાં તર્ક-યુક્તિ-દલીલ આવે, પણ તેનો આશય મલિન હોવાથી તે પણ આદરવા લાયક ન ગણાય.
હવે ત્રીજો ધર્મવાદ, તેમાં વિજય વરનારને અને પરાભવ પામનારને બન્નેને લાભ છે. વિજય પામે તેને ધર્મબોધ થાય અને પરાભવ પામે તેનો મોહ નાશ પામે. તે પણ લાભ જ કહેવાય. અહીં ધર્મવાદને ધર્મોપદેશની નજીકમાં મૂકી દીધો છે. તેનું લક્ષણ બાંધતાં કહ્યું છે કે, ધર્મવાદ કરનારમાં ત્રણ વાત હોવી જરૂરી છે : (૧) સ્વશાસ્ત્ર તત્ત્વનું અસંદિગ્ધ જ્ઞાન, (૨) માધ્યથ્ય અને (૩) પાપભીરુપણું. વળી તેનો આશય પણ તત્ત્વબુદ્ધિ હોવી જોઈએ. તેને શાસ્ત્ર તત્ત્વનું સમ્યક્ જ્ઞાન છે, એટલે સ્વદર્શન દૂષિત છે કે અદૂષિત છે તે જાણી શકે. મધ્યસ્થ છે તેથી સ્વદર્શનના આત્મત્તિક રાગની સાથે પેદા થનાર દ્વેષથી મુક્ત છે. તેથી જે તત્ત્વનું પ્રતિપાદન કરશે તે સુપ્રતિપાદિત કરશે. વળી તે પાપભીરૂ છે. તેથી યા તદ્દા નહીં બોલે. આવો વક્તા ધર્મવાદ કરે. આ ધર્મવાદ કરનારે દેશ એટલે કે ગ્રામ-નગર-રાજ્ય વગેરેને તતા કાળ વગેરે અને દોષ તેમ ગુણની વિચારણા કરવાપૂર્વક દેશના-ધર્મવાદ કરવો. એનું સોદાહરણ સ્પષ્ટીકરણ કર્યું છે. જેમ કે સ્વદર્શનમાં અહિંસા વગેરે પાંચને મહા વ્રત શબ્દથી પ્રરૂપ્યા છે. જ્યારે ભાગવતમાં આ અહિંસા, સત્ય, અચૌર્ય, અબ્રહ્મ અને અપરિગ્રહને વ્રત કહ્યા છે. પાશુપત મતમાં આ પાંચને ધર્મ શબ્દથી વર્ણવ્યા છે. ત્યાં એ પાંચ સિવાય બીજા પાંચ અક્રોધ, ઋજુતા, શૌચ, સંતોષ અને ગુરુશુશ્રુષા એમ કુલ દશ ધર્મનું નિરૂપણ કર્યું છે. સાંખ્યમતમાં આ પાંચને યમ કહ્યા છે. બીજા પાંચને નિયમ કહ્યા છે. પાંચ નિયમ આ છે : અક્રોધ, ગુરુશુશ્રુષા, શૌચ, આહારલાઘવ અને પાંચમો અપ્રમાદ. બૌદ્ધ દર્શનમાં કુશલ શબ્દથી રજૂ કર્યા છે. દશ અકુશલ છે. વૈદિકો આ જ બાબતને દશ બ્રહ્મ કહે છે. હવે એ આ બધાનો વિચાર કરે છે,
બ્રુતજલધિ પ્રવેશે નાવા