Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 78
________________ બત્રીશી ૧૦-૧૧-૧ ર દશમી યોગલક્ષણ બત્રીશીમાં પૂજ્યવાદ ઉપાધ્યાયજી મહારાજે થોડામાં ઘણું આપી દીધું છે. યોગ કોને કહેવાય ? તેનું લક્ષણ શું ? લક્ષણ તો આપણે ત્યાં જે પ્રસિદ્ધ છે તે જ. મોક્ષની સાથે જે જોડી આપે તે યોગ. આ યોગ જીવ ચરમાવર્તિમાં આવે ત્યારે જ સંભવે છે. ચરમાવર્તવર્તી જીવને મોક્ષાભિલાષ ઊપજે છે. ચરમાવર્ત પૂર્વે, મિથ્યાત્વદૃષ્ટિ આવૃત હોવાથી સન્માર્ગે ડગલાં ભરવાની ઈચ્છા જ થતી નથી, એટલું જ નહીં ભવાભિનંદીપણાના કારણે એ અવસ્થામાં પણ કોઈ જીવ પ્રવજ્યા-દીક્ષા પણ સ્વીકારે. છતાં નિતાંત અસાર એવા આ સંસારને પણ તે મનથી સારરૂપ માને. તે એવું માને અને મનાવે કે, આ સંસાર તો કેટલો મઝાનો છે ! કેવું સુંદર ખાવા-પીવાનું અહીં છે ! ભોગ-ઉપભોગની સામગ્રી પણ અહીં કેવી રમણીય છે ! આવી રીતે સંસારને અભિનંદે, સંસારમાં આનંદે. જેવી રીતે અધ્યાત્મ માર્ગમાં ભવાભિનંદીપણું વિઘ્ન કરે છે, તેવી જ રીતે “લોકપંકિત' પણ વિષ્નકારક છે. કીર્તિ-પ્રતિષ્ઠા વગેરે ઈહલૌકિક એવા અતિતુચ્છ હેતુથી, ઈરાદાથી લોકને રાજી કરવા માટે જે ક્રિયા કરાય તે લોક પંકિત કહેવાય અને આવી ક્રિયા સંસારની પરંપરા સર્જે છે. આ ઉપરાંત આ કીર્તિ, પ્રશંસા માટે કરાતો ધર્મ, શુભને માટે બનતો નથી, પણ ધર્મને માટે કરાતી તે

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106