________________
ક્યાં આ ઘટી શકે, ક્યાં જુદા પડે છે, તે બરાબર વિચારે. વળી તે પ્રત્યક્ષ-અનુમાન, વગેરે પ્રમાણોથી પણ ભિન્ન ભિન્ન દર્શનોની માન્યતાને ચકાસે. જે દર્શન આત્માને એકાન્ત નિત્ય જ માને છે, તેના મતે હિંસા વગેરે કેવી રીતે ઘટી શકે. જ્યારે વીતરાગ પ્રણીત દર્શનમાં આત્માનું કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્યપણું અને એ જ રીતે આત્માથી દેહનું ભિન્નત્વ અને અભિન્નત્વ પણ વર્ણવ્યું છે. જે અનેક રીતે સુસંગત છે. તે પ્રમાણે મૂર્તામૂર્તત્વ પણ તેમાં ઘટી શકે છે અને એ રીતે હિંસા અને તેનો અભાવ તે અહિંસા. તેને જે રીતે વિચારવાની હોય છે તે રીતે સ્યાદ્વાર દર્શનથી જ વિચારી શકાય. અહિંસાને મોક્ષવૃક્ષનું બીજ કહ્યું છે અને અન્ય વ્રતોને પલ્લવો કહ્યા છે.
આ પછી નવમી બત્રીશી કથાબત્રીસી છે. કથા ચાર પ્રકારની છે : અર્થકથા, કામ કથા, ધર્મકથા અને મિશ્રકથા. અર્થકથામાં અર્થના ઉપાર્જનના ઉપાયો, વિદ્યા-શિલ્પ ઉપાય, અને અનિર્વેદ. વળી દક્ષતા, સામ, દંડ, દાન અને ભેદ એ ચારે નીતિના અંગોનું પણ કથન તેમાં આવે, કામકથામાં રૂપ, વય, વેષ, દાક્ષિણ્ય જોયેલું, સાંભળેલું અથવા અનુભવેલું જે હોય તે આવે. ત્રીજી ધર્મકથા. તેના આક્ષેપણી, વિક્ષેપણી સંવેદની અને ચોથી નિર્વેદની એવા ચાર ભેદો છે. પછી એ ચારના ચાર ભેદ પડે છે. પહેલી આક્ષેપણી કથાના ચાર ભેદ પડે છે. આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદ. એ જ પ્રમાણે વિક્ષેપણી કથાના ચાર ભેદ પડે છે : સ્વસમય અને પરસમય, મિથ્યાવાદ અને સમ્યગુવાદ, આ ચારને સંક્રમ-ઉત્ક્રમ, પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી એ ચાર રીતે પ્રતિપાદન કરે તે વિક્ષેપણી કથા. એ જ પ્રમાણે સંવેદની કથા પણ ચાર પ્રકારે છે. સ્વદેહ વિષયક, પરશરીર વિષયક, ઈહલોક-વિષયક, પરલોક વિષયક. એમ તેનું ચાર પ્રકારે પ્રતિપાદન થાય, ચોથી નિર્વેદની કથા. પરલોક ફલ ? આશ્રિત, ઈહલોક ફલ આશ્રિત, ઈહલોકભોગ આશ્રિત અને બઝીણી ૮-૯