________________
ધર્મક્રિયા શુભને માટે થાય છે. દાખલા તરીકે ધન માટે કલેશ કરનાર ઘણા મળે, પણ કલેશ માટે ધન કોણ ઇચ્છે ? એટલે ધર્મક્રિયામાં ભવાભિનંદીપણું, લોકપંક્તિ, એ બે દોષની જેમ ત્રીજો દોષ છે “અનાભોગ” ! અર્થાત ધર્મના યથાર્થ મહત્ત્વના અજ્ઞાનના કારણે ધર્મનો જે ઉત્કટ ઉલ્લાસ જોઈએ, તેનો અભાવ અર્થાત નિરાદરપણે કરવું તે. આ ત્રણ દોષ ન જોઈએ અને પ્રણિધાન વગેરે પાંચ આશય હોવા જોઈએ. આ આશય-પંચક બહુ ધ્યાનથી સમજવા જેવા છે. મૂળ તો શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે ષોડશક પ્રકરણમાં ત્રીજો ષોડશકમાં વર્ણવ્યા છે, તે જ અહીં સરળ અને સુગમ શબ્દોમાં બતાવ્યા છે. પહેલું છે પ્રણિધાન. પ્રણિધાન શબ્દ ઘણા અર્થમાં વપરાય છે. આપણે ત્યાં જયવીરરાય સૂત્ર માટે પ્રાર્થનાસૂત્ર અથવા પ્રણિધાનસૂત્ર એમ કહેવાય છે. ચારિત્રાતિચારની ગાથામાં પણ પ્રણિધાન યોગ યુક્ત” પ્રયોગ આવે છે. ત્યાં પ્રણિધાનનો અર્થ એકાગ્રતા કરવામાં આવે છે. પણ અહીં પ્રણિધાન શબ્દ એક અવસ્થાને સૂચવનારો છે. બહુ મહત્ત્વની આ અવસ્થા છે. તેમાં ચાર વસ્તુ આવે છે : ૧. પોતે જે ભૂમિકામાં હોય તેમાં અચલ સ્વરૂપે દૃઢતાપૂર્વક તે ટકેલો રહે. ૨. પોતે જે ભૂમિકામાં હોય તેનાથી નીચી ભૂમિકામાં જે હોય, તે સર્વ પ્રત્યે તે કૃપાળુ હોય. ૩. સામાન્ય રીતે પરોપકારમાં રસિક હોય. ૪. અને તેનું જે ધ્યેય હોય તે પાપથી રહિત હોય. હવે આ ચાર બાબત જે એક ઉદાહરણથી સ્પષ્ટ સમજીએ. જેમ કે એક વ્યક્તિ તપ બહુ કરે છે, માસખમણ, અઠ્ઠાઈ વગેરે રમત-રમતમાં કરે છે. હવે તે વ્યક્તિ પોતાની જે ચાલુ આરાધના છે તેમાં અડગ રહે, પૂર્ણ શ્રદ્ધાવાળી રહે, ચંચળતા ન હોવી જોઈએ, બીજી વાત એ કે, જે જીવો તપ ન કરતા હોય, ન કરી શકતા હોય, તેના પ્રત્યે તે કૃપાળુ હોય, પણ ધૃણા કે તિરસ્કાર ન ધારે. વળી પોતાનાથી બની શકે તેવું અન્ય ઔચિત્ય પણ જાળવે, અને એ તપ માત્ર નિષ્પાપ-સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ અર્થે કરે, આમ તેનું પ્રણિધાન આશય શુદ્ધ કહેવાય. આવી
શ્રુતજલધિ પ્રવેશે નાવા