________________
બત્રીશી ચોથી જિનમહત્ત્વ બત્રીશી
માર્ગનું નિરૂપણ કર્યા પછી માર્ચના દેશક ભગવાનનું માહાત્મ્ય સમજાવવું જોઈએ. આ ક્રમથી આ બત્રીસીનું નિરૂપણ કરવામાં આવેલ છે. પરમાત્મા તીર્થંકરનું તીર્થંકરત્વ શેને આભારી છે ? આ પ્રશ્ન ભક્તિમાર્ગની વિચારણાનાં નવા દ્વાર ખોલે છે. અધ્યાત્મસારના આત્મનિશ્ચયાધિકારમાં એક પ્રસંગે કહ્યું ઃ નગર-રાજ્ય વગેરેના વર્ણનથી રાજાની સ્તુતિ એ ઉપચાર સ્તુતિ છે, જ્યારે રાજાના ધૈર્ય, ઔદાર્ય, ગાંભીર્યાદિ ગુણની સ્તુતિ તે તેની વાસ્તવિક સ્તુતિ છે. તે પ્રમાણે અહીં શરૂઆતના જ શ્લોકમાં સમવસરણ, છત્ર, ચામરાદિ દ્વારા જે સ્તુતિ તે વાસ્તવિક સ્તુતિ નથી, તેવું તો ક્યારેક માયાવીઇન્દ્રજાલિકાદિમાં પણ દેખાય છે. શ્રી સામંતભદ્રાચાર્યે એક સ્તોત્ર રચ્યું છે. દેવાગમનભોયાન એ પદથી શરૂ થતું એ સ્તોત્ર પ્રસિદ્ધ છે. તેમાં પણ આ વાત છે. વિભુનું વિભુત્વ શું ? તો જવાબ છે કે - સ્વામીનાં જે ન્યાય-સંગત અને સંવાદી વચનો છે, તે તેનું વિભુત્વ તે અને અનન્ય સંપત્તિ છે. કયા દેવને માનવા-પૂજવા ? એ પ્રશ્નના જવાબમાં આ નિર્ણાયક જવાબ છે. જેનું વચન યુક્તિસંગત હોય તેનો સ્વીકાર કરવો. પણ જેની બાહ્ય ઐશ્વર્ય-સંપત્તિ ઘણી હોય,
૫૯
卍