________________
શિવમાર્ગમાં જેનું બીજું સ્થાન છે, તે વર શ્રાવક માર્ગનો વિચાર કરીએ. આ સાધુ માર્ગ તો શ્રેષ્ઠ છે. ક્ષમા-માર્દવ-આર્જવાદિ દશવિધ યતિધર્મનું વિશુદ્ધ પાલન કરનાર નિત્ય મોક્ષની વધુ ને વધુ નજીક પહોંચતો હોય છે. પણ તેના તેના જીવનના મનોરથોમાં મહાલનાર સમ્યકત્વ સાથેના પ્રાણાતિપાતાદિક બાર વ્રતોનું નિરતિચાર પાલન કરનાર અને જે ભાવશ્રાવકનાં લક્ષણો ધર્મરત્ન પ્રકરણમાં વર્ણવ્યાં છે અને તેના આધારે પૂ. ઉપાધ્યાયજી મહારાજે સાડી ત્રણસો ગાથાના સ્તવનમાં તેરમી ઢાળમાં જે ભાવ શ્રાવકનાં લક્ષણો વર્ણવ્યાં છે, તે શ્રાવકપણું દેશવિરતિ રૂપ છે છતાં નિશ્ચયથી તેનું લક્ષ્ય સર્વવિરતિપણાનું છે. એ દેશવિરતિ ધર્મને એ રીતે પાળે, એ માટે પાળે કે તેને વહેલી તકે સર્વવિરતિ મળે, તેને સર્વવિરતિ જ લેવા જેવી લાગે. પણ તેની શક્તિ નથી. તેથી તેના વિકલ્પમાં જ આ દેશવિરતિનો સ્વીકાર કર્યો છે. એથી એ પરિણામે પરમ દુઃખદાયી ગૃહસ્થાવાસમાં મમત્વરહિત ભાવે રહેતો વર શ્રાવક શિવ માર્ગમાં બીજું સ્થાન પામે છે. કારણ કે સમ્યકત્વથી તો એ રંગાયો જ છે. વળી એ સંવેગથી ઊભરતા હૈયે સંવરભાવની ક્રિયાને કરનારો છે. તેથી તેનું સ્થાન બીજું છે. હવે આવે છે સંવિગ્ન પાક્ષિક. તેની સ્થિતિ એવી છે કે હૃદયથી બરાબર સમજે છે કે-આવી શ્રેષ્ઠ સાધુતાની મારામાં યોગ્યતા નથી. એ ધીર પુરુષોના માર્ગે ડગ ભરવાનું શૂરાતન નથી. બીજી બાજુ મુનિપણા પ્રત્યે, ભગવાનના શાસન પ્રત્યે પ્રીતિ પણ અપાર છે. આ માર્ગ જ સાચો છે. મોક્ષ સિવાય સુખ નથી અને તે મેળવવા સાધુતા સિવાય માર્ગ નથી. આ નિશ્ચયમાં તે નિઃશંક છે. તો હવે કરવું શું? એવી મૂંઝવણનો ઉકેલ આ ત્રીજો માર્ગ દર્શાવીને આપ્યો છે. તેવા જીવોને તરવાનું એક જ પરમ આલંબન શુદ્ધ પ્રરૂપણા છે. મૃષાવાદને ભવ-સંસાર વૃદ્ધિનું કારણ માને. તેથી માર્ગ ક્યો એ પૂછે તો સાચું સાધુપણું વર્ણવે. પોતે તે રીતે વર્તવાની ઈચ્છા રાખે. પણ પ્રમાદના કારણે માર્ગ બત્રીશી