________________
બત્રીશી છઠ્ઠી સાધુ સામગ્રય બત્રીશી પાંચમી બત્રીશીમાં જિનભક્તિનું સ્વરૂપ વર્ણવ્યા પછી જિનભક્તિ દ્વારા જે મેળવવાનું છે, તે સાધુ સામગ્રય બત્રીશીનું નિરૂપણ કરે છે. પ્રારંભમાં જ તેઓ ભૂમિકા બાંધે છે : જ્ઞાનથી જ્ઞાની ભાવ પ્રકટે છે, ભિક્ષાથી ભિક્ષુભાવ અને વૈરાગ્યથી વિરક્તતા આવે છે. આ ત્રણનું જે નિરૂપણ કર્યું છે જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય. આ ત્રણેના ત્રણ ત્રણ ભેદ વર્ણવ્યા છે. (૧) જ્ઞાનના ત્રણ પ્રકાર આપણે ત્યાં પ્રસિદ્ધ છે : શ્રુત, ચિંતા અને ભાવના. અહીં વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમત અને ત્રીજું તત્ત્વસંવેદન. એ ત્રણ પ્રકારનું જ્ઞાન અથવા તો જ્ઞાની વર્ણવ્યા છે. ભિક્ષાના ત્રણ પ્રકારમાં પહેલી સર્વસંપકી, બીજી પૌરુષપ્ની, અને ત્રીજી વૃત્તિભિક્ષા. એ જ રીતે વૈરાગ્ય પણ ત્રણ પ્રકારનો છે દુઃખગર્ભિત, મોહગર્ભિત અને ત્રીજો જ્ઞાનગર્ભિત. આ ત્રણે વસ્તુ ત્રણ ત્રણ ભેદે ક્રમશઃ વર્ણવી છે.
પહેલાં જ્ઞાનની વાત છે. વિષયપ્રતિભાસ જ્ઞાન મિથ્યાદષ્ટિને હોય છે. આત્મ પરિણામવત્ જ્ઞાન સમ્યગ્દષ્ટિને હોય છે અને ત્રીજું તત્ત્વસંવેદન જ્ઞાન સર્વવિરતિધર સાધુને હોય છે. અર્થાત્ શાસ્ત્રગ્રંથો એના એ, પણ જીવનું ઉપાદાન બદલાય, તે મુજબ તેમાં