________________
પ્રતિબિંબ પડે છે અને એ અંતર્ગત ઉપાદાનવશ ક્રિયામાં પણ પ્રતિફલિત થતો ભાવ પણ બદલાય છે. એ વાત અહીં કહી છે. મિથ્યાત્વયુક્ત જીવનું વિષય પ્રતિભાસ જ્ઞાન હોય છે. તેની પાપપ્રવૃત્તિ નિર્દય હોય છે અને દૃઢ હોય છે. જ્યારે સમ્યક્ત્વવાસિત જીવને આત્મપરિણામવત્ જ્ઞાન હોય છે, તેથી એ જીવની પાપપ્રવૃત્તિ સદય-અર્થાત્ દયાયુક્ત હોય છે. જે જીવોનું તત્ત્વસંવેદન જ્ઞાન હોય છે, તેથી તેવા જીવોની પ્રવૃત્તિ તો નિરવદ્ય હોય છે. પ્રવૃત્તિ દ્વારા વૃત્તિનું અનુમાન થઈ શકે છે. તત્ત્વસંવેદનની પ્રાપ્તિમાં જ સાધુતાની પૂર્ણતા છે. તત્ત્વજ્ઞાનના સંસ્કારની ગેરહાજરીમાં શંકાકાંક્ષાદિની શકયતા રહે છે. ભિક્ષામાં પણ પ્રથમ જે સર્વસંપત્કરી ભિક્ષા છે, તે અનારંભી મુનિને હોય છે. ગુરુઆજ્ઞામાં રહેનારા ધ્યાનાદિ ગુણધારી, સાધુની ભિક્ષા સર્વસંપત્ઝરી હોય છે. આના પણ બે ભેદ પડે છે : દ્રવ્યથી સર્વસંપકરી અને ભાવથી સર્વસંપત્ કરી, તેમાં સંવિગ્નપાક્ષિકાદિને દ્રવ્યથી હોય છે. બીજી પૌરુષની ભિક્ષા છે. તે જેઓએ દીક્ષા લીધી છે, પણ જે પૃથ્વી આદિ ષટ્કાયની વિરાધના કરનાર છે અને શુદ્ધ આહારની ગવેષણા કરનારની પણ નિંદા કરનાર છે, તેમની ભિક્ષા પૌરુષની હોય છે. તેનાથી ધર્મની લઘુતા થાય છે. ત્રીજી વૃત્તિ ભિક્ષા એટલે કે આજીવિકા ભિક્ષા, તે તો કોઈક કામધંધો ન કરી શકે, તેવા અશકત, દીન, ગરીબ, અંધ જીવો જે ભિક્ષા માંગે, તે ભિક્ષાને વૃત્તિભિક્ષા કહેવાય છે. તે અનુકંપા નિમિત્ત કહેવાય છે. કેટલાક સિદ્ધપુત્રો પણ આ ભિક્ષાથી જીવનારા હોય છે. આપણે ત્યાં સાધુ-સંસ્થા અને શ્રાવક સંઘની વચ્ચે કડીભૂત એક આ સિદ્ધપુત્રોની સંસ્થા હતી. તે અંગેનું વર્ણન વ્યવહારચૂણી વગેરે ગ્રંથોમાં આવે છે. ઉત્પ્રવ્રુજિત જીવો સિદ્ધપુત્ર બનતાં તેઓ પણ આ ભિક્ષાથી જીવતા હતા. શ્રી હારિભદ્રીય અષ્ટક પ્રકરણ-વૃત્તિમાં આ
૬૪
અંગેનો વિષય વિશદતાથી નિરૂપ્યો છે.
卍
શ્રુતજલધિ પ્રવેશે નાવા