________________
ત્રણ અને તે ત્રણેની વ્યાખ્યા પણ આપી છે. મૂળમાં અપૂર્ણ લાગે તે વાતની પુરવણી ટીકામાં તેમણે કરી છે દેશના એટલે દેશના જ. આખા બત્રીસ શ્લોકમાં દેશનાના વિષયથી દૂર ગયા જ નથી. આથી તેમને શાસ્ત્રસર્જનાધિકાર સિદ્ધ થાય છે. વાગ્વિવેકવિકળ અને પંડિતત્વના અભિમાનીની જીભમાં તો જે વાણી છે તે વાણી નથી પણ વિષ છે અને વિષની ભયાનકતા સર્પના મુખના વિષથી પણ ચઢિયાતી છે. વર્તમાન કાળે આ દેશના-બત્રીસી આપણા માટે ઘણી નવી વિચારસામગ્રી પૂરી પાડે છે. દેશના કેવી દેવી, ભલે શરૂઆતમાં તમે આક્ષેપિણી કથા અર્થાત શ્રોતાનું ચિત્ત આકર્ષાય તેવી કથા કરો શ્રોતાને યથારુચિ સંભળાવો, પણ તેમાં બન્નેને વક્તાશ્રોતાને રાચાવાનું નહીં, ત્યાથી આગળ જવાનું, અન્યનયે માર્ગની પ્રરૂપણા કરવાની. બાલ જીવો જે માત્ર બાહ્યચિહ્નોમાં જ ધર્મ માને છે તેને તેમાં સ્થિર કરીને આગળ વૃત્તિગત ધર્મમાં લઈ જવાનો અને તે પછી ઉત્તરોત્તર આમયોગ વચનની આરાધનામાં ધર્મ છે તેમ સમજાવી સર્વજ્ઞનાં વચનો કેવા પૂર્વાપર દોષ રહિત, અવિસંવાદી, ત્રિકાળાબાધિત હોય છે, તે કહીને શાસ્ત્રતત્ત્વ પ્રત્યે રાગ ઉત્પન કરાવવો, ઉત્સર્ગ અને અપવાદનું પણ જ્ઞાન આપવું ૫૩ અને એ કહેનારમાં પણ ભાવના જ્ઞાન હોવું ઘટે. આપણે ત્યાં જ્ઞાન અપેક્ષાએ પાંચ પ્રકારનું કહ્યુ છે.પણ જ્ઞાની ત્રણ પ્રકારના કહ્યા છે : શ્રુત, ચિન્તા અને ભાવના એમાં શ્રુત એટલે સર્વ શાસ્ત્રમાં અવિરોધી અર્થનો નિર્ણય કરનાર, અને એ નિર્ણય કરવા માટે પ્રમાણ નયનો આશ્રય ન લેનાર જ્યારે ચિન્તા જ્ઞાન માટે શાસ્ત્ર વાંચન-તેનો સામાન્ય શબ્દાર્થ જ કરનારની તે ઉપરની ભૂમિકામાં રહેલો હોય અને તેની બુદ્ધિ ‘કથં, કથં,’ એ આકાક્ષાવાળી હોવાના કારણે નિર્ણીત પદાર્થને ચિન્તનથી સમભંગી દ્વારા સ્યાદ્વાદથી સંગત કરે, સૂક્ષ્મ યુક્તિથી તેના હાર્દને પામી જાય. તે પછીની ભૂમિકા ભાવના જ્ઞાનીની આવે. તેમા તે તાત્પર્યને પામનારો બને અને
દેશના દ્વાત્રિંશિકા
卍