________________
બત્રીસી બીજી
દેશના તાત્રિશિકા પ્રથમ બત્રીસીમાં દાન-ધર્મને લગતા વિચારોનું નિરૂપણ કર્યા બાદ તેઓ દેશનાની પદ્ધતિ, તેના અધિકારી કોણ વગેરે વિષયમાં બહુ જ મિતાક્ષરમાં નિરૂપણ કરે છે. સુવૈદ્ય જેમ દરદીનો રોગ, વય, ઋતુ, પ્રકૃતિ આ બધાનો સુપેરે વિચાર કરીને પછી ઔષધ આપે છે તે રીતે દેશના પણ શ્રોતાનો અધિકાર, રુચિ, બોધ વગેરેનો વિચાર કરીને આપવી જોઈએ. દેશના આપવાનો અધિકાર માત્ર ગીતાર્થને જ છે, તત્ત્વાર્થસૂત્રની કારિકામાં જે વાત છે કે અનુગ્રહબુદ્ધિથી જે બોલે છે તેને એકાંતે લાભ છે. શ્રોતાને તો લાભ થયો ખરો અને ન પણ ન થાય. ત્યાં જે વક્તાને એકાંતે લાભ થાય એ વચનમાં જે વક્તા પદ છે તે દેશકાળ વગેરે અને પુરુષની લાયકાત વગેરેના વિચાર કરનાર ગીતાર્થને આશ્રીને લખેલી છે. તેવું આમાં ત્રીજા શ્લોકમાં કહ્યું છે. વળી આ બત્રીસ શ્લોકમાં તેઓએ પૂજ્ય આચાર્ય મ. શ્રી હરિભદ્રસૂરિજી મ. રચિત ષોડશક ગ્રંથના પહેલા બે ષોડશકની બત્રીસ આર્યામાં જે અધિકાર છે, તે અહી સુંદર શૈલીમાં નિરૂપી દીધા છે. ત્યાં જેમ છે તેમ અહીં પણ શ્રોતાના ભેદનું નિરૂપણ કરતાં, બાલ, મધ્યમ અને પંડિત એમ
બ્રુતજલધિ પ્રવેશે નાવા