________________
દ્વાન્નિશ દ્વાત્રિશિકા
પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે આવા પ્રકારના ગ્રંથો લખીને આપણા ઉપર મહા ઉપકાર કર્યો છે. આ યુગની તાસીર આ જ છે. “થોડામાં ઘણું “એકમાં અનેક જેવા આ ગ્રન્થો છે. આમાં તો આ એક જ ગ્રંથ છે, પણ કેટલાય ગ્રંથોનું દોહન આમાં તેમણે આપ્યું છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના ગ્રંથો યોગદષ્ટિ સમુચ્ચય, યોગબિન્દુ, ષોડશક વગેરે તથા પતંજલિના ગ્રન્યો ભાષ્ય, યોગસૂત્ર વગેરેને આમાં સારવીને અપાયા છે. પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિજી મહારાજને માટે જેમ “સંગ્રાહકોમાં સર્વશ્રેષ્ઠ' એવું કહેવાય છે, તેમ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ માટે “સંક્ષેપકારોમાં સર્વશ્રેષ્ઠ' એવું નિઃસંશય કહી શકાય. વળી આપણા પરમ પવિત્ર આગમગ્રંથોને આપણા સુધી પહોંચાડવામાં જેમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજે તથા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી મલયગિરિજી મહારાજે પરમ ઉપકાર કર્યો છે, તેમ ઉપાધ્યાયજી મહારાજે પૂજ્ય હરિભદ્રસૂરિજી મહારાજના ગ્રન્થોના ભાવને આપણા સુધી હળવી રીતે રજૂ કર્યા છે. કેટલીકવાર નવીન ગ્રન્થ રચનાની અપેક્ષાએ એક વિશાળકાય ગ્રન્થના સારભાગને વધુ વિશદ શૈલીમાં રજૂ કરવામાં વધારે કૌશલ જોઇએ. આ ગ્રન્થમાં રે ઘણી બધી અગત્યની વાતો સમાવી દીધી છે. દ્વાઝિશદ્ દ્વાઝિશિકા