________________
પ્રકાશિત જે દૃષ્ટિ તે પીયૂષવર્ષિણી છે. સ્વમાં સ્થિર થવું અને પરમાંથી વિરમવું તે જ વિજ્ઞાન છે. અર્થાત્ રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં તે બન્નેથી પર એવી ઔદાસી ભરી જે મનોવૃત્તિ એ અન્તર્ગત તેજને જન્માવે છે.
પહેલી પચ્ચીસીમાં જેમ પરમ જ્યોતિનું વર્ણન છે, તો આ બીજી પચ્ચીસીમાં પહેલાની જેમ પચ્ચીસ અનુષુપ છે. અને તેમાં પરમાત્માનું નિર્મળ સ્વરૂપ વર્ણવાયું છે. સિદ્ધ અવસ્થામાં સિદ્ધભગવંતોનું રૂ૫ વર્ણનનો વિષય નથી, અને સિદ્ધાનાં ગુણો કે તેનું સ્વરૂપ-બન્ને નયોની વિચારણાથી અસ્પષ્ટ રહે છે. નયો જ્યાં વિરમી જાય અને સહજ અનુભવ પ્રાપ્ત થાય ત્યારે તેના બળે તે રૂપ જાણી શકાય છે. પછી તે વ્યક્તિ ગમે તે પંથ, મત કે સંપ્રદાયની હોય પણ જો તે કષાય અને વિષયને જીતનાર હોય, આત્મદમન કરનાર હોય, તો તે અનુભવને પામે છે. નામ-વેશને જ વળગી રહેનાર અભિમાની અને જ્ઞાનમાર્ગથી દૂર થઈ ગયેલા આવા માણસો પરમાત્માને જોઈ શકતા નથી. શાસ્ત્ર માટે કરેલો બધો શ્રમ અનુભવયુક્ત જ્ઞાનને પામવાથી સફળ થાય છે.
સિદ્ધભગવંતો અઢાર દોષથી રહિત હોય છે. આમાં તે અઢાર દોષનાં નામ વર્ણવ્યાં છે. સિદ્ધમાં તે દોષનો અભાવ છે. અને એ રીતે તમામ દોષનો અભાવ કહેતા જવું અને પછી જે રહે તે તેમનું સ્વરૂપ છે. વેદાન્તમાં જેને “નેતિ-નેતિ' કહીને વર્ણવવામાં આવે છે તે રીતે અહીં વર્ણવ્યું છે.
પ્લેચ્છ જે રીતે નગરીને જોઈને જાણીને આવ્યો હોય છે, છતાં તે વર્ણવી શકતો નથી, તેમ સિદ્ધ ભગવંતોનું સુખ છે પણ તેની ઉપમા નથી. દેવ-દાનવ ને માનવનાં તમામ સુખોને એકઠાં કરવામાં આવે, તો પણ સિદ્ધ ભગવંતના સુખનો એક અંશ નથી બનતો. દર્શન જ્ઞાનના જ ઉપયોગવાળા સિદ્ધભગવંતો અનંત કાળ સુધી શાશ્વત સુખને વરેલા રહેશે. લોકાગ્ર રહેલા, સ્વભાવમાં જ સ્થિત પરમજ્યોતિ પંચવિણતિકા)
૪૭