________________
આ પચ્ચીસીનો આરંભ “એંદ્ર' પદથી કર્યો છે. બીજી પચ્ચીસીમાં તેમ નથી, પણ પરમાત્મા પરંજ્યોતિઃ એવી શરૂઆત છે. પરમજ્યોતિ સ્વરૂપ ઉપાધિ રહિત જે શુદ્ધ ચૈતન્ય છે તેની સ્વરૂપ દર્શનપૂર્વકની સ્તુતિ કરી છે. આ શ્લોકોનો પાઠ કરતી વેળાએ પૂજયપાદ ઉપાધ્યાયજીની વાણીમાં પરાવાણી અંશોનો અણસાર મળે છે. “જ્યોતિની વાત છે, એટલે જેટલા પ્રકાશવાળી ચન્દ્ર-સૂર્ય-નક્ષત્ર વગેરેની જે પ્રભા છે, તેનાથી પણ વધુ પ્રકાશવાળી આ પરમાત્મ
જ્યોતિઃ છે પેલા પદાર્થોનો પ્રકાશ સીમિત ક્ષેત્રોને પ્રકાશિત કરે છે. આ પરમજ્યોતિ અસીમક્ષેત્ર લોકાલોકને પ્રકાશથી ભરી દે છે. વળી દીપક વગેરેની જે જ્યોતિ છે તે સમલ છે, જ્યારે આ આત્મજ્યોતિઃ પરમ નિર્મળ છે. જે પુદ્ગલ સાપેક્ષ જ્યોતિ છે, તેનો પ્રકાશ હીયમાન હોય છે, વળી વારંવાર તેમાં તૈલપૂર્તિ વગેરેની અપેક્ષા પણ રહે છે. અને આ પરમ જ્યોતિઃ અંધકારથી જ પર નથી પણ પ્રકાશથી પણ પર છે. એટલે કે લૌકિક પ્રકાશથી પર છે. આ પ્રકાશનું ઉત્પત્તિ સ્થળ કયું છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને વીર્ય, તેમાંથી જ આ પરમ જ્યોતિ પ્રકટે છે. અહીં એક વાત યાદ આવે છે કે શ્રી ભગવતી સૂત્રમાં જે તેજોલેશ્યાની વૃદ્ધિનું વર્ણન શ્રમણ જીવનના પયાર્યવૃદ્ધિ સાથે વર્ણવ્યું છે. અને ઉપમા તરીકે અનુત્તર વિમાનવાસી દેવતાની વાત આવે ત્યાં “તેજોલેશ્યા' શબ્દનો અર્થ ચિત્તપ્રસન્નતા કરવામાં આવ્યો છે. તે બહુ સૂચક છે. તે પ્રમાણે અહીં પણ જ્યોતિની જે વાત છે તેને પણ ચિત્તની અકારણ પ્રસન્નતાની સાથે સંબંધ છે. આત્મા-તેજની કળા જ સર્વશ્રેષ્ઠ કળા છે. ચક્રવર્તિના નવનિધાનને ચૌદ રતના તેજ કરતાં પણ ઘણું વધારે તેજ આત્મામાં છે. અધ્યાત્મપૂર્ણ અન્તર્મુખવૃત્તિથી એ તેજ પ્રાપ્ત કરી શકાય છે. આત્માની આવી અદ્ભુત જ્યોતિ છે જ પણ તે અજ્ઞાનરૂપી ભસ્મથી આવરાયેલ છે. જો ધ્યાનરૂપી પવન આવે તો ક્ષણમાં તે ઝળહળી ઊઠે. સ્વનિમજ્જન જરૂરી છે. પર-મુખદષ્ટિ વિષદાયિની છે. સ્વગુણોનો અનુભવ અને તેનો પ્રકાશ એનાથી
બ્રુતજલધિ પ્રવેશે નાવા
૪૬