________________
૪૦
卍
ઠાંસીને ભર્યા છે. આજે આ અષ્ટકના અર્થ પરિભાવનની અતિ આવશ્યકતા છે. જ્યાં ત્યાં તમને કાં પરનિંદા કાં સ્વપ્રશંસા જ સાંભળવા મળશે.
બીજા અને ત્રીજા શ્લોકમાં જે વાત છે તે તો આપણને ચૂપ જ કરી દે તેવી છે. કરેલા સુકૃતને સ-ફળ બનાવવું છે, તો તેના મૂળને બહાર કેમ કાઢો છો ? એ સુકૃતની સ્વમુખે પ્રશંસા કરી કે મૂળ બહાર આવ્યું. પછી તો વૃક્ષ જ ધરાશાયી બન્યું. ફળ કયાંથી જોવા મળશે ! તમારા ગુણનો અનુભવ અનહદ છે અને ભૂખ તેનાથી ભાંગે છે. શાસ્ત્ર રીત બતાવે, તેના લાભો વર્ણવે, તેની અલૌકિકતા શબ્દગોચર કરે, પણ ભૂખ ભાંગે તે પદાર્થ તો આ જ અનુભવે મળે. એ સ્વાદ સેંકડો મુનિઓથી કે શતાધિક શાસ્ત્રોથી પણ ન મળે. તેના માટે તો જોઇએ તીવ્ર આત્મ, સંવેદનભર્યો અનુભવ.
આહારથી ક્ષુધાનિવૃત્તિનો અનુભવ છે, તેવો અનુભવ એ અનુભવને સ્થિર કરવા માટે યોગની આવશ્યકતા છે. આજકાલ આ યોગ-અધ્યાયન ધ્યાન વગેરે શબ્દોનું નકલી નાણું ધર્મ અને તત્-સંબંધી બજારમાં બહુ ઉભરાયું છે : યોગ યોગ કહેતાં સહુ ફિરે, પણ યોગ ન જાણે હો કોઇ' એમ કહેવાનું મન થાય છે. જ્યારે યોગ-માર્ગની ભ્રમણામાં અટકી જતા, અટવાઇ જતા અનેક ચિરભ્રાન્ત સાધકોને જોઇએ છીએ ત્યારે એ યોગ માર્ગ સંબંધી વાત માત્ર આઠ જ શ્લોકમાં સમાવીને અદ્ભુત કૌશલ દર્શાવ્યું છે ઉપાધ્યાયજીએ !
તેઓની સામે યોગ માર્ગને પ્રરૂપતા કેટલા બધા ગ્રંથો, કેટલી બધી પરંપરાઓ અને કેટકેટલા પ્રવાહો તેમની આસપાસના રસ્તામાં છે. તે બધા જાળામાંથી એક સુંદર સુરેખ માર્ગ આપણને આંકી આપે છે. એક મજાની સ્વચ્છ કેડી કંડારી આપે છે. મોક્ષની સાથે જોડી આપે તેવો આચાર માત્ર યોગ.
શ્રુતજલધિ પ્રવેશે નાવા