________________
પ્રવૃત્તિ જ નહીં. શરીરે સોજો આવે તેથી શરીર પુષ્ટ થયું છે, એવું કોણ માને ? કલાક પછી જેને વધસ્તંભ ઉપર લઇ જવાનો છે, તેને લાખો રૂપિયાના અલંકારો કયાંથી સારા લાગે ? આ સંસારનો ઉન્માદ એના જેવો છે. તેમાં ઉદાસીન રહેવું તે જ કર્તવ્ય છે. મૌનનો અર્થ ન બોલવું એટલો જ કરીએ, તો એકેન્દ્રિય જીવોમાં તે પૂર્ણપણે છે. તો શું તેઓ મૌનધારી મુનિ છે તેમ કહેવાય ? ના, વાસ્તવિક મૌન એટલે આત્માથી ઇતરમાં કયાંય રસપૂર્વક પ્રવૃત્તિ ન કરવી એ અર્થ સંગત છે. તેને એ પ્રવૃત્તિ અનિત્ય જ લાગે. મુનિ અવિદ્યાને ઓળંગીને વિદ્યામાં સ્થિર થાય. જેને આપણે ચાલુ પરિભાષામાં મિથ્યાત્વ કહીએ છીએ, તે જ અહીં અવિદ્યા છે. જે જેવું નથી તેને તેવું માનવું. પુદ્ગલ માત્ર અનિત્ય છે, અશુચિપૂર્ણ છે અને આત્મતર છે. તેને નિત્ય શુચિ ને આત્મા માનવું તે અવિદ્યા
છે.
‘તત્ત્વ’ એ વિદ્યા છે. જે આત્માને નિત્ય માને અને તે સિવાયનું સઘળું અનિત્ય છે, ક્ષણભંગુર છે, એમ નિશ્ચયથી માને, તેને મોહ નડતો નથી. મોહ જાય એટલે વિવેકનાં અજવાળાં પથરાય છે. ૩૮ દેહાત્મવિવેક ક્રોડભવે પણ દુર્લભ છે. એ વિવેક પ્રકટે પછી માધ્યસ્થ્ય પ્રાપ્ત થાય છે. બહુ જ મહત્ત્વનો આ ગુણ છે. તેમાં પણ શાસ્ત્રવચનનો અર્થ કરવામાં આ ગુણ અતિ આવશ્યક છે. નહીંતર ક્યાંય આગ્રહવશ વિચારીએ તો આ ગુણ ચાલી જાય છે. માધ્યસ્થ્ય એટલે સમતોલ વૃત્તિ. ન રાગ, ન દ્વેષ. મધ્યસ્થ વ્યક્તિ ક્યારે પણ કુતર્ક નથી કરતી, તેની સત્યશોધક દૃષ્ટિ નિરાકુલપણે વસ્તુના તાત્પર્યને પામી જાય છે.
આ રીતે સોળ અષ્ટકનું કંઇક વિહંગાવલોકન કર્યું. હવે પછી પછીના ૧૬ અષ્ટકનું અવલોકન જોઇએ. આ જ્ઞાનસાર ગ્રંથ ફરી ફરીને જુદા જુદા દૃષ્ટિકોણથી વારંવાર વિચારવા જેવો ને વાગોળવા જેવો છે. જેથી દર વખતે નવા અર્થની પ્રાપ્તિ થશે.
મ
શ્રુતજલધિ પ્રવેશે નાવા