________________
મળે. એ તૃપ્તિ જ અવિનાશ્વરી છે. વિષયોની તૃપ્તિ બહુ જ ક્ષણિક છે. જેઓ બાહ્ય તૃપ્તિમાં જ લીન છે, તેઓને આત્યંતર તૃપ્તિની કલ્પના પણ ન આવે. “તુમ તે સુખી.” આ બહુ ઉપયોગી સૂત્ર આ અષ્ટકમાંથી સાંપડે છે. જેટલી અતૃપ્તિ એટલું દુઃખ. હવે જે બાહ્ય તૃપ્તિનો અનુભવ થાય છે, તે કેટલી જલ્દીથી અતૃપ્તિમાં ફેરવાઈ જાય છે ! ક્યારેક તો એવો અનુભવ થાય છે કે પુગલોથી મનને ભરવાનો, તૃપ્ત કરવાનો જેમ જેમ પ્રયત્ન કરીએ છીએ, તેમ તેમ એની માંગ, ભૂખ અને અતૃપ્તિ વધતી જ જાય છે. આત્મતૃપ્ત જ તૃપ્ત છે, ત્યાં તૃષ્ણાનું પૂર્ણવિરામ આવી જાય છે. તૃષ્ણા એ મનની નીપજ છે, જ્યારે આત્મા તો મનની પેલે પારનો પ્રદેશ છે. તૃપ્તિ આવે એટલે નિર્લેપતા આવે જ. સ્વાર્થ એ નિર્લેપતાનો વિરોધી ભાવ છે. તૃપ્ત આત્માનું સ્વનું વર્તુળ બહુ મોટું થઈ જાય છે. ભાવજ્ઞાનની બલિહારી છે. તેના પ્રભાવે નિર્લેપતા પ્રકટે છે. બધાય અષ્ટકોમાં એક સૂર સતત સંભળાયા કરે છે. જ્ઞાન અને ક્રિયા બન્ને જોઈએ, તો જ આત્માનું સંવાદી સંગીત રેલાય છે. બેમાંથી એક પણ ખામી ભરેલું હોય, તો એ સંગીત બેસૂરું થઈ જાય છે. નિર્લેપતા અને નિસ્પૃહતા તો એકબીજાની છાયા રૂપ છે. બે પરસ્પર પ્રીતિવાળી બહેનો જ જાણે હોય, તેમ નિર્લેપતા જ્યાં રહે ત્યાં નિસ્પૃહતા રહેવાની જ ! સ્પૃહાવાન રૂથી પણ હલકો હોય છે. છતાં તે સંસાર સાગરના તળિયે જઈને બેસે છે, એટલો ભાર સ્પૃહાનો છે. નિસ્પૃહી આત્મા હળવો હોય છે, તે ઉપર ને ઉપર ગતિ કરે છે. સ્પૃહાને ઝેરી વેલ કહી છે. દીનતા તેનું ફળ છે, બહુ સાચી વાત છે. સ્પૃહા હોય અને તે ન ફળે તો દુઃખ થાય છે. પેલા ગુજરાતી કવિએ બહુ સુંદર લખ્યું છે :
ન રાખ આશા કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી નિરાશ.”
સ્પૃહાવાના ચક્રવર્તી કરતાં નિસ્પૃહી-અકિંચન મુનિ વધારે સુખી હોય છે. મુનિ એટલે જ મૌન ધારે તે. મૌન એટલે પુદ્ગલમાં કોઈ જ્ઞાનસાર સાસ્વાદ