________________
અહીં અસ્થિરતાને કેવી કેવી ઉપમા આપી છે ! એ ખૂબ જ શાંતિથી વાંચવા-વિચારવા જેવી છે. અસ્થિરતા એ ખટાશ છે. જ્ઞાન એ દૂધ છે. અસ્થિરતા એ તો શલ્ય જ નહીં, પણ મહાશલ્ય છે. તેને દૂર કરો તો જ આ ક્રિયારૂપ ઔષધો ગુણ કરશે. સ્વ-સ્થિરતા આવી એટલે તેની સહચરી સમતા આવશે જ. એટલું જ નહીં પણ સ્થિરતાની હાજરી હશે, ત્યાં સુધી વિકલ્પનો ધૂમાડો નહીં આવે. ક્યાંથી આવે? સ્થિરતા તો રતનો દીવો છે ને !
સહુથી ચંચળ કોણ ? પંચભૂતમાં તો પવન. પવન એટલે જ જાણે મુર્તિમંત અસ્થિરતા. એ અસ્થિરતાનો પવન જો ફૂંકાશે, તો મેઘના, હા, ધર્મમેઘના શા હાલ ! તે તો પળવારમાં વિખરાઇ જવાના. તેથી જો ધર્મ ઇચ્છતા હો, તો આ અસ્થિરતાને લગીર પણ સ્થાન ન આપશો. આ સ્થિરતા છે શું! સ્થિરતા એટલે ચારિત્ર. ચારિત્ર! હા. ચારિત્ર, આપણે સામાન્ય રીતે સર્વવિરતિ અને દેશવિરતિને ચારિત્રના પ્રકારરૂપે જાણીએ છીએ, પણ તે વ્યવહાર નયથી. નિશ્ચયનયથી સ્થિરતા એ જ ચારિત્ર. સિદ્ધભગવંતોમાં અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્ર છે ને! તો ત્યાં અનંત ચારિત્ર એટલે શું! આ સ્થિરતા ઃ આ સ્થિરતા લાવવામાં સૌથી મોટું વિઘ્ન શું છે ? જ્ઞાનસાર કહે છે મોહ. એ મોહનો ત્યાગ જરૂરી છે. પણ એ મોહનું સ્વરૂપ શું ! તેનો ઉપાય શો ! વગેરે વાતો અહીં બહુ ટૂંકાણમાં છતાં સચોટ શબ્દોમાં જણાવી છે. મોહના સ્વરૂપમાં, અહં અને મમ એ બે સ્વરૂપ છે. એની જ આ બધી લીલા છે. સમસ્ત સંસાર આ મોહની પેદાશ છે. જગત આખું આ મોહનો અંધાપો વેઠે છે. એ મોહનાં પડળ આંખે બાઝ્યાં હોય ત્યારે મઝા તો એ થાય છે કે-જે પદાર્થ જે રૂપે નથી તે પદાર્થ તેને તેનાથી બીજા જ રૂપે દેખાય છે. જાતિ અંધને તો જે કાંઈ હોય, તે ન દેખાય; આ તો એથી વિપરીત દેખે છે.
આ મહારોગનું ઔષધ
ાનસાર રસાસ્વાદ
૩૫
卍