________________
જ્ઞાનસાર રસાસ્વાદ બત્રીસ અષ્ટકના આ ગ્રંથમાં સર્વ પ્રથમ અષ્ટક પૂર્ણાષ્ટક છે. જ્ઞાની પુરુષો કશું પણ નિર્દેશ કરતા નથી. જ્ઞાન પણ શેના માટે ? જ્ઞાન પણ એક સાધન છે ને ! જ્ઞાન પૂર્ણ થવા માટે છે. શેનાથી પૂર્ણ થવાનું ! બાહ્ય પૌદ્ગલિક સામગ્રીથી ? ના, તેથી પૂર્ણ થવાનું નથી, પણ તેનાથી પૂર્ણ થઈએ છીએ એમ જેમ જેમ માનતા જઈએ, તેમ તેમ ખાલી થતા જઈએ છીએ. તો સચ્ચિદાનંદથી પૂર્ણ થઈએ. આત્મા તો સચ્ચિદાનંદથી પૂર્ણ છે જ. માત્ર તેવી અનુભૂતિની જ [૩૩] ખામી છે, તે ખામી એવી પૂર્ણદષ્ટિ ખીલવવાથી દૂર થાય છે. એ દૃષ્ટિ લાધે તો જે આ જીવનની શોધ છે તેને સફળતા મળે, અને આપણી સાધનાનો કેન્દ્રવર્તી સનાતન પ્રશ્ન : હું કોણ ? એ પ્રશ્નનો : પણ ઉત્તર મળે અને તેથી આપણી રિકતતા, રંકતા નિઃશંક દૂર થઈ જાય.
સાચે જ પૂ. ઉપાધ્યાયજીએ પૂર્ણાષ્ટક પ્રથમ લખીને સાધકને પોતાની સાધનાનું હૃદય શું? ધ્યેય શું ? તેનો ખ્યાલ આપ્યો છે. પરાયા પુદ્ગલથી પૂર્ણતા તે ભ્રમણા છે, છેતરપીંડી છે. સાચી પૂર્ણતા સાવ અલગ વસ્તુ છે. જ્યાં ભ્રામક પૂર્ણતા હોય ત્યાં તૃષ્ણાવેલડી ઉદિતોદિત વધતી રહે છે. અને તેની સાથે જ દીનતા-વીંછીના ડંખ