________________
(૨) જ્ઞાનગીતાઃ આ પણ જ્ઞાનસારનો મનહર છંદમાં મુક્ત પદ્યાનુવાદ છે. તેનાં ૧૦૦ પદ્ય છે. અમરચંદ માવજીએ આ રચનામાં જ્ઞાનસારના ભાવોને સુપેરે ગૂંથ્યા છે.
(૩) સમશ્લોકીઃ જ્ઞાનસારનો આ એક જૈનેતર વિદ્વાન ભાઇશ્રી ઉષાકાન્ત અમૃતલાલ શુક્લ (સુરેન્દ્રનગર) એમ.એ.એ કરેલો સમશ્લોકી પદ્યાનુવાદ છે. તે “કલ્યાણ' માસિકમાં ડિસે.૧૯૭પથી હપ્તાવાર પ્રસિદ્ધ થયેલો છે. મહેનત દાદ માંગી લે તેવી છે. સંસ્કૃતમાં જે ભાવ એક શ્લોક બત્રીસ અક્ષરમાં નિરૂપ્યો હોય, તે જ ભાવ ગુજરાતી ભાષાના બત્રીસ અક્ષરોમાં નિરૂપવો તે દુષ્કર કાર્ય છે, છતાં આ પ્રયત્ન પ્રશસ્ય છે. છતાં પરિમાર્જનની હજી અપેક્ષા છે. ક્યાંક શિથિલતા જણાય છે, જો કે તે નિર્વાહ્ય છે, પણ લોકજીભે વસાવવા માટે સરળતા ને સરસતાનો સુભગ મેળ જરૂરી છે. પ્રશસ્તિમાં સારી છટા આવી છે. તેને ઉદાહરણ રૂપે રાખીને બીજાં સ્થળોમાં જ્યાં નર્યા સંસ્કૃત શબ્દોને વિભક્તિ વિના જોડી દીધા છે, ત્યાં મઠારી શકાય. છતાં પ્રયત્ન અવશ્ય આવકારદાયક છે.
જ્ઞાનસાર : શ્રી વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલે એક આ પુસ્તક બહુ જ મનનીય લખ્યું છે. એમાં જ્ઞાનસારના અષ્ટકો (બધા જ નહીં) ઉપર ચિંતનાત્મક મનનીય નિરૂપણ કરીને પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં કેટલું ઊંડાણ અને રહસ્ય ભર્યું છે તેનું દિગ્દર્શન કરાવ્યું છે. તેઓએ પ્રત્યેક અષ્ટક વિશે જો લખ્યું હોત, તો આપણા ચિંતન-ધનમાં ગણનાપાત્ર મૂડીની થાપણ જમા થાત.
જ્ઞાનસાર-વિવેચન : પ્રસિદ્ધ વક્તા-લેખક આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજે સુંદર-રોચક શૈલીમાં આ ગ્રંથનું રમણીય વિવરણ લખ્યું છે. તે સર્વત્ર આદરને પામ્યું છે. વિસ્તાર તો છે જ, પણ તે અરુચિકર નથી. પણ વાચકને તે વિષય મન-મગજમાં કાયમી ? રીતે વસાવવામાં સહાયક અને મદદગાર થાય તેવો છે.
જ્ઞાનસાણ