________________
બને છે, તેવો વિચારવૈભવ તેમાં જણાય છે. અહીં સ્થળની મર્યાદા છે, તેથી વાચકોને માત્ર જ્ઞાનસારનો સ્વાદ ચાખવાની ફરીફરીને પૂરા જીગરથી પ્રેરણા કરવાનું જ મુનાસીબ માન્યું છે અને વર્તમાન શ્રી સંઘના પુણ્યોદયથી આ કાળમાં આ મનગમતા ગ્રંથ ઉપર સારા પ્રમાણમાં લખાયેલું સાહિત્ય મળે છે.
(૧) આ ગ્રંથનાં વિવરણોમાં સૌથી પહેલો નંબર તો પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે જાતે લખેલા ટબાનો છે. તેમણે આ ગ્રંથની ઘણી સુંદર વાતો ટબામાં અલ્પ શબ્દમાં ખોલી બતાવી છે. તેમની ગુજરાતી બાની પણ કોમળ પદાવલીથી મંડિત છે. મૂળ ગ્રંથ સિદ્ધપુર (પાટણ)માં દિવાળીના શુભ દિવસે પૂર્ણ કર્યો છે. અને તેનો ટબો તેઓશ્રીએ સુશ્રાવક સૂરજીના પુત્ર શાંતિદાસની પ્રેરણાથી રચ્યો છે. તત્ત્વજિજ્ઞાસુ સ્વાધ્યાય પ્રેમી ઉદારદિલ શ્રાવકો પ્રત્યે પૂજ્યપાદ ઉપાધ્યાયજીના હૈયામાં સારું વાત્સલ્ય વહેતું હતું.
ટબાની પ્રશસ્તિનાં પદ્યો તો ત્રણ જ છે, પણ તે ત્રણમાં તેઓની અકૃત્રિમ લાક્ષણિકતાનાં દર્શન થાય છે. પહેલાં બે પદ્ય શાલિની છંદમાં છે, અંતિમ પદ્ય આર્યામાં છે. ગમે તે ભાષામાં પોતાના વિચારોને રમત માત્રમાં રજૂ કરી શક્યા છે. ભાષાનો ભેદ તેમને | ખેદનું કારણ બનતો નથી.
આ ટબાની મૂળ ભાષા જૂની ગુજરાતી છે. પણ તેનું આધુનિકીકરણ કરીને “સ્વોપજ્ઞ ભાષાર્થના અનુવાદને પંડિત શ્રી ભગવાનદાસ હરખચંદે પ્રકટ કર્યો છે. વિ.સં. ૨૦૦૭માં આની બીજી આવૃત્તિ પ્રકટ થઈ હતી. તે બહુ લોકાદરને પામી હતી તેથી તે દુર્લભ બની જવાથી મુનિરાજ શ્રી રાજશેખરવિજયજીએ પ્રયત કરીને સુલભ કરી છે. જ્ઞાનસારના હાર્દને પામવા માટે આ બહુ કિંમતી સાધન છે. હવે મૂળ ભાષામાં ટબો પ્રકાશિત થયો છે.
(૨) દીપિકા : નામની જ્ઞાનસાર ઉપર કર્તાએ પોતે ટીકા રચી છે. તેનું પરિમાણ ૩૮૦૦ શ્લોકોનું છે. હાલ તો તે ટીકા
જ્ઞાનસાણ