________________
એક શ્લોક પણ “જ્ઞાનસાર”માં વિષયની દૃષ્ટિએ બેવડાતો નથી. તેઓશ્રીએ આ ગ્રંથ તેઓના ઉત્તર જીવનકાળમાં લખ્યો છે. તેથી આ પૂર્વે રચેલા આવા અધ્યાત્મ, યોગ અને તત્ત્વ વિષયક સંખ્યાબંધ ગ્રંથોમાં પ્રસંગે પ્રસંગે લખાયેલા મહત્વના વિષયના શ્લોકોને વીણીવીણીને અને તે વિષયના ખૂટતા શ્લોકો રચીને એક સુંદર સંગ્રહરૂપે અહીં ગ્રંથસ્થ કરવાનો બહુમૂલ્ય પ્રયાસ કર્યો છે. ક્રમ પણ બહુ બંધબેસતો છે. અને એકબીજા અષ્ટકના વિષયને ઉત્તરોત્તર કાર્યકારણ સંબંધ છે. એક મોટા વિષયને સેંકડો શ્લોકમાં વિસ્તારીને ચર્ચવો-નિરૂપવો તે અપેક્ષાએ સરળ કામ છે. પણ એવા લાંબાપહોળા વિષયને તેના એકેક મર્મને સમાવવા સાથે માત્ર આઠ શ્લોકમાં જ સારી રીતે ઉતારવો તે સાચે જ વિકટ કાર્ય છે. એક પરીક્ષા છે કસોટી છે, વક્તાને પણ. સાચા વક્તાને જેમ એક વિષય ઉપર એકબે કલાક બોલવાનું કહીએ તો તે તરત બોલે, તેને બહુ તૈયારી ન કરવી પડે, પણ અડધો કલાક બોલવા બે દિવસ તૈયારી કરવી પડે. એને પાંચ મિનિટમાં એ વિષયને રજૂ કરવો હોય તો અઠવાડિયાની મહેનત કરવી પડે. તેમ આઠ જ શ્લોકમાં વિષયને તેના પૂર્ણ રૂપમાં સમાવવામાં બહુ કૌશલ જોઈએ. વિષયો કેટલા અને કેવા પસંદ કર્યા છે એ નીચેની સૂચિ પરથી જણાઈ આવશે.
(૧) પૂર્ણ, (૨) મગ્ન, (૩) સ્થિરતા, (૪) મોહ, (૫) જ્ઞાન, (૬) શમ, (૭) ઇન્દ્રિયજય, (૮) ત્યાગ, (૯) ક્રિયા, (૧૦) તૃપ્તિ, (૧૧) નિર્લેપ, (૧૨) નિસ્પૃહ, (૧૩) મૌન, (૧૪) વિદ્યા, (૧૫) વિવેક, (૧૬) માધ્યસ્થ, (૧૭) નિર્ભય, (૧૮) અનાત્મ શંસા, (૧૯) તત્ત્વ દૃષ્ટિ, (૨૦) સર્વ સમૃદ્ધિ, (૨૧) કર્મવિપાક ચિન્તન, (૨૨) ભવોલ્વેગ, (૨૩) લોકસંજ્ઞા, (૨૪) શાસ્ત્ર, (૨૫) પરિગ્રહ (૨૬) અનુભવ, (૨૭) યોગ, (૨૮) નિયાગ, (૨૯) ભાવપૂજા, (૩૦) ધ્યાન, (૩૧) તપસ, (૩૨) સર્વ નાયાશ્રયણ.
આ ગ્રંથમાં ઉપસંહારમાં પહેલા ચાર શ્લોકમાં આ બત્રીસ
૨9
જ્ઞાનસાણ