Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ (૩) જ્ઞાનસાર પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રી આ ગ્રંથથી જિજ્ઞાસુ તત્ત્વવિચારક વર્ગ ખૂબ જ મશહૂર છે. ગ્રંથનું નામ યથાર્થ છે. સકલ ક્રિયાનું મૂળ શ્રદ્ધા, તેનું મૂળ જ્ઞાન અને તેનો સાર આમાં ભર્યો છે. તેઓએ પોતાના સંયમજીવનના સુકાની તરીકે શ્રી નયવિજયજી મહારાજને સ્થાપ્યા હતા, તે રીતે જ્ઞાનના ક્ષેત્રે ૨૬ પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાને આદર્શ પુરુષ તરીકે સ્થાપ્યા હતા. તેમની વિચારસરણીનો જે પિંડ રચાયો, તે તેમનો આગવો છે. છતાં તેના સગડ આપણને પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રંથોમાં મળે છે. તે પ્રમાણે આ જ્ઞાનસાર અષ્ટકની સામે પૂજ્ય શ્રી હરિભદ્રજી મહારાજા રચિત અષ્ટક પ્રકરણ ગ્રંથ છે. તેમાં પણ ૩૨ અષ્ટકો છે. બધાય શ્લોક અનુષ્ટુપ છંદમાં રચાયા છે. બંન્નેમાં વિષય ભિન્ન ભિન્ન છે. જ્ઞાનસારના બત્રીસ અષ્ટકોની વિષયચૂંટણી બહુ ઉપયોગી અને ઉપકારક છે. નિશ્ચય અને વ્યવહાર બંને ઉપર સરખો ભાર દેવાની, પૂ. ઉપાધ્યાયજીની જ આગવી શૈલી છે, તેનાં અહીં પણ દર્શન થાય છે. આપણે ત્યાં આ ગ્રંથ સારો પ્રચલિત છે. 是 શ્રુતજલધિ પ્રવેશે નાવા

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106