Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 29
________________ તેના દર્શન પછી જ જાણી શકાય છે! એ સમતાને વધુ સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારે અહીં જે નવ સ્વનામ ધન્ય પુણ્ય-પુરુષોનાં નામ આપ્યાં છે તે પુરુષોનાં ચરિત્ર, સમત્વભાવ લાવવામાં સારા મદદગાર નીવડે તેમ છે. તે નામ આ પ્રમાણે છે. (૧) ચક્રવર્તી ભરત (૨) દમદત્ત ઋષિ (૩) નમિ રાજર્ષિ (૪) સ્કંધકસૂરિના શિષ્યો (૫) મેતાર્ય અણગાર (૬) ગજસુકુમાલ મુનિ (૭) અર્ણિકાપુત્ર આચાર્ય મહારાજ (૮) દઢપ્રહારી અને (૯) ભાગવતી માતા મરુદેવા. આ નવેના નામસ્મરણની સાથે જ તે તે પુણ્યાત્માઓને સિદ્ધ થયેલો સમત્વ-યોગ આપણને પ્રણામ કરવાની ફરજ પાડે એવો છે. આ અધિકારમાં શબ્દોનું લાલિત્ય, ભાષામાધુર્ય અને અદ્ભુત અર્થચ્છાયાથી ઓપતી મંજુલ પદાવલી આપણાં ચિત્તને પાવન અને મૃદુ બનાવ્યા વિના રહેતી નથી. આપણે તેની શ્રુતિ-સુખદ શબ્દાવલી ગાતા ગાતા ભાવવિભોર થઈ જઈએ છીએ. આમ ૨૩ શ્લોકમાં નિર્ભેળ સામ્ય યોગની સ્તુતિ અહીં થઈ છે. આ અધ્યાત્મોપનિષદ્ધાં આવતા કેટલાક શ્લોકો જ્ઞાનસાર અને વૈરાગ્ય કલ્પલતામાં આવે છે, વળી પહેલા અધિકારના ૪૫,૪૭,૪૯ અને પર મો શ્લોકો તે વીતરાગ સ્તોત્રના આઠમા પ્રકાશમાં ૧૦, ૮, ૯ અને ૧૧ છે. હેવ તેની પ્રકાશન વગેરેની માહિતી જોઈએ : આ ગ્રંથ મૂળમાત્ર વિ.સં. ૧૯૬૫માં ભાવનગર-જૈનધર્મ પ્ર. સભા તરફથી, વિ.સં. ૧૯૯૪માં શ્રી નગીનદાસ કરમચંદ તરફથી “અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્ જ્ઞાનસાર પ્રકરણ રત્નત્રયી” એ નામથી અને .સ. ૧૯૩૬માં શ્રી શ્રુતજ્ઞાન અમીધારામાં પ્રકટ થઈ છે. આ ગ્રંથ ઉપર આજ સુધી એકે ટીકા વિવરણ કે વૃત્તિ રચાયાનું - જાણ્યું નથી એ ખૂંચે છે? ઘણા વખતથી વિદ્વાન મુનિવરોમાં આ ગ્રંથ શ્રુતજલધિ પ્રવેશ નાવા ૨૪

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106