________________
અને તેની વેદના પણ વધતાં જ રહે છે. આ એક વિષચક્ર છે. તૃષ્ણાની પૂર્તિ એ જ તૃષ્ણાની વૃદ્ધિનું જળ છે, ખાતર છે. એ તૃષ્ણા જ દુઃખનું મૂળ છે, હેતુ છે અને સ્વરૂપ છે. બહિર્મુખ દૃષ્ટિ ઊણપ દેખે છે, અન્તર્મુખ દૃષ્ટિ પૂર્ણ દેખે છે. વિકલ્પ એ કલ્લોલ છે, તેની શાંતિમાં જે છે તે જ પૂર્ણ આત્મા છે. એ પૂર્ણ આત્માને પામવાને માર્ગ કયો? તેના ઉત્તરમાં બીજું અષ્ટક છે : જ્ઞાનમગ્ન બનો : આત્મમગ્ન બની. આત્મમગ્ન થવા માટે મનને જીતવું પડે. મનોજય કરવા માટે પહેલાં ઇન્દ્રિયજય કરવો પડે. આ ક્રમ છે. ઈન્દ્રિયજય માટે યોગની પરિભાષામાં પ્રત્યાહાર શબ્દ વપરાય છે. ‘વિષય વિકારે ન ઈન્દ્રિય જોડે તે ઈહાં પ્રત્યાહારો રે, ઇન્દ્રિયોનું સંવરણ કરવું, તે પછી મનને જીતવું સહેલું છે. મનને પરિભ્રમણ કરવા માટેની સામગ્રી ઇન્દ્રિયો પૂરી પાડે છે, પુરવઠો બંધ થઈ જાય, એટલે આપોઆપ મન ઠેકાણે આવે અને ઠેકાણે આવેલું મન ચિત્માત્રને જ વળગીને રહે તે જ મગ્નતા છે. પૌદ્ગલિક ભોગોમાં આવતી મગ્નતા પરિતાપમાં પરિણામ પામનારી હોય છે, જ્યારે
આ મગ્નતા પરિતૃપ્તિ પરિણામિની હોય છે. | શ્રી ભગવતી સૂત્રમાં શ્રમણજીવનના તેજોવૃદ્ધિની, સુખવૃદ્ધિની જે વાત આવે છે, તે વાત અહીં આપણે સરળતાથી સમજી શકીએ એવી ભાષામાં મળે છે. બીજા અષ્ટકના પહેલા ચાર શ્લોકમાં જે લક્ષણ આપ્યાં છે, તે લક્ષણધારી મુનિને સંયમપર્યાયની વૃદ્ધિની સાથોસાથ તેના તેજ અને સુખની વૃદ્ધિનો અનુભવ થાય એ મગ્નતાને કોઈ પણ બાહ્ય પદાર્થો કે દુન્યવી સુખોની સાથે ન સરખાવી શકાય. એ તો માત્ર અનુભવગમ્ય પ્રકાર છે. મગ્નતા પ્રાપ્ત કરવા માટે સ્થિરતાની જરૂર છે. સ્થિરતા આવે, તો પાસે જ રહેલી સ્વાધીન વસ્તુ દેખાય. આ અષ્ટકની શરૂઆત જ કેટલા મીઠા સંબોધનથી કરી છે! બહુ પ્રેમાળ શબ્દથી આપણને ગ્રંથકાર સ્વસંમુખ કરે છે. વત્સ ! વિરું વંવન – સ્વાન્તો..'
શ્રુતજલધિ પ્રવેશ નાવા
૩૪