________________
સંશોધનનો વિષય છે. ત્રુટક સ્વરૂપે તેની હાથપોથીઓ ભંડારોમાં મળે છે. આ પ્રમાણેનો ઉલ્લેખ જિન રતકોશમાં છે.
(૩) જ્ઞાનમંજરી : જ્ઞાનસાર ઉપરની આ સંસ્કૃત ટીકા વિ. સં. ૧૭૯૬માં ખરતરગચ્છના શ્રી દીપચંદ્રજીના શિષ્ય શ્રી દેવચંદ્રજીએ રચી છે અને તે ટીકા ઈ.સ. ૧૯૧૮માં જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત કરવામાં આવી છે.
વળી આ જ જ્ઞાનસાર ઉપર પૂજ્ય પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજે પણ એક સંસ્કૃત ટીકા લખી છે અને તે જૈન ધર્મ પ્રસારક સભા તરફથી વિ.સં. ૧૯૬૯માં પ્રકટ થઈ છે. જો કે આ ટીકાની રચના વિ. ૧૯૫૪માં કરાઈ હતી. તેનું ગુજરાતી ભાષાંતર વિ. સં. ૧૯૫૫માં શ્રી દીપચંદ છગનલાલે કરીને પ્રસિદ્ધ કર્યું હતું. વળી એ ગુજરાતી ભાષાંતર ઉપરથી બાલચંદ હીરાચંદ ચાંદવડકરે મરાઠી ભાષાંતર પણ કર્યું અને તે વિ. સં. ૧૯૫૬માં આનંદવિજય જૈન શાળા, માલેગાંવ તરફથી પ્રકાશિત થયેલ છે. સ્વપજ્ઞ ટબાને જ સંસ્કૃત ભષામાં - ગદ્યરૂપે તૈયાર કરીને પણ આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજે પ્રકટ કરેલ છે.
આ જ્ઞાનસારના ગુજરાતી પદ્યાનુવાદો પણ સારી સંખ્યામાં થયેલા મળે છે.
(૧) વિ. સ. ૧૯૭૫માં આત્માનંદ સભા (ભાવનગર) તરફથી શ્રી વેલચંદ ધનજીભાઈ સંઘવીએ આનો એક એક અષ્ટકનો એક એક પદમાં અનુવાદ કર્યો છે. કુલ ૩૩ પદો છે. બત્રીસ અષ્ટકના બત્રીસ અને ઉપસંહારના પાંચ પદ્યો માટે પણ એક પદ અને પ્રશસ્તિ માટેના સાત પદ્યો હરિગીતમાં અને પાંચ “સોમણી ગઝલ'માં રચ્યા છે. અને તેને “જ્ઞાનામૃત કાવ્યકુંજ' નામ આપ્યું છે. પદો ગેય છે, પણ તેમાં સહજતા અલ્પ છે, તેથી પ્રસારને પામેલાં નથી.
શ્રુતજલધિ પ્રવેશે નાવા