________________
દીક્ષા-માર્ગની પરંપરા જ નહીં રહે એટલે શાસન કે તીર્થ જેવું કાંઇ નહીં રહે અને એમ થતાં તીર્થનો ઉચ્છેદ આવીને ઊભો રહેશે.’
આમ વિવેકથી અર્થ કરવાથી ગ્રન્થકારના અભિપ્રેત અર્થને પામી શકાય છે. આ ગ્રન્થમાં આવાં તો અનેક સ્થળ છે.
પહેલા પ્રબંધના ચોથા ભવસ્વરૂપ ચિંતાધિકારના ૨૭ શિખરિણી શ્લોકો બહુ ૨મણીય અર્થથી સભર છે. અવનવી કલ્પનાઓ, પ્રાસની ઝડઝમક એવી છે કે, આ શ્લોકો સુગમતાથી કંઠે થઈ જાય છે. આ ૨૭ શ્લોકનો જયેન્દ્રભાઇ શાહે રચેલો મુક્ત પદ્યાનુવાદ પ્રસિદ્ધ થયો છે. ખૂબ સફળ પ્રયત્ન થયો છે. તેના સ્વાદરૂપ બે પદ્ય જોઇએ. જ્યાં જનક જનની બંધુઓ, સૌ સ્વાર્થ સરતાં વેગળા, ગુણને નથી જે જાણતા, ધનવાન ધનદાતા ખરા, શુભ આચરણ બહુલા જનોનું, સ્વાર્થ વૃદ્ધિ કાજ છે, સુખ ભવ તણું વિખ્યાત છે, જે સમકિતીને ત્યાજ્ય છે. (૧૪) બહુ સ્વાર્થ સંબંધે જનો, પ્રિય પ્રાણથી અધિકા ગણે, પણ નજર ના કરતા ગરજ, સરતા તણખલા શા ગણે. મનમાં હલાહલ ઝેર ને, મુખથી મધુર વાણી વદે, વિશ્વાસઘાતક ભવ વિષે કહું, કેટલું દુઃખ બહુ વધે. (૧૫)
ભવને – સંસારને સમુદ્ર, અગ્નિ, કસાઈખાનું, નિશાચર, અટવી, કેદખાનું, સ્મશાન, વિષવૃક્ષ, ગ્રીષ્મઋતુ અને મોહરાજાની રણભૂમિ એમ વિવિધ લલિત ઉપમાઓ આપી છે, સમ્યક્ત્વાધિકારમાં હિંસા અને અહિંસાનું જે સૂક્ષ્મ યુક્તિ ભરપૂર નિરૂપણ કર્યું છે તેવું નિરૂપણ ભાગ્યે જ અન્યત્ર મળે છે હેતુ, સ્વરૂપ અને અનુબંધથી તેનો વિચાર કરીને હિંસાનુબંધી હિંસા, હિંસાનુબંધી અહિંસા, અહિંસાનુબંધી હિંસા અને અહિંસાનુબંધી અહિંસા એ ચતુર્થંગીનું બહુ જ અલ્પ શબ્દોમાં અકાટ્ય તર્કોથી નિરૂપણ યાદ રાખવા જેવું છે, તે સમજવાથી લોકોત્તર પ્રભુશાસન પ્રત્યેનો રાગ દૃઢ થાય એમ છે. મિથ્યાત્વ ત્યાગાધિકારમાં
અઘ્યાત્મસાર
૯
卍