Book Title: Shrut Jaldhi Praveshe Nava
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ છઠ્ઠા પ્રબંધમાં પહેલો આત્મનિશ્ચયાધિકાર ખૂબ જ મનનીય અને આત્મનિશ્ચયનયને સમજવામાં ચાવીરૂપ છે. અન્તર્મુખ જીવન જીવવા ઇચ્છતા સાધકને માટે આ અધિકાર નિત્ય-નવીન પ્રેરણાના સ્ત્રોત સમો છે. દિગમ્બર પરંપરામાં સમયસાર અને પ્રવચનસાર ગ્રંથોમાં જે વિષય નિરૂપાયો છે, તે જ વિષય વધુ સુંદર યુક્તિ-પ્રયુક્તિથી અર્થઘન પદાવલીથી અહીં નિરૂપાયો છે. ૧૯૬ શ્લોકમાં ભિન્ન ભિન્ન નયની દૃષ્ટિએ આત્મદ્રવ્યની અને ઉપલક્ષણથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એમ પદ્રવ્યનું નિરૂપણ થયું છે. વળી જીવ-અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર, બંધ-નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વ સ્પષ્ટ રીતે દ્રવ્ય અને ભાવ એમ બે વિભાગમાં સુંદર નિરૂપ્યા છે. વળી તૈગમ-વ્યવહાર-સંગ્રહ-ઋજુસૂત્ર-એવંભૂતસમભિરૂઢ અને શબ્દનયથી પણ તત્ત્વોની વિચારણા મનનીય છે. જૈનદર્શનની માન્યતાનુસાર આત્મદ્રવ્ય શું છે? વ્યવહારનય શું છે? નિશ્ચયનય અને તેમાં પણ બે ભેદ-શુદ્ધ નિશ્ચયનય અને અશુદ્ધ નિશ્ચયનય શું છે ? તેનું મર્મસ્પર્શી ખ્યાન આ અધિકારમાં મળે છે. છેલ્લે છેલ્લે દિગમ્બરોની માન્યતા કે વસ્ત્રપરિધાન કેવળજ્ઞાનમાં બાધક છે, તેનો પણ યોગ્ય તર્કસંગત ઉત્તર આપ્યો છે. આખો અધિકાર બહુ મહત્ત્વપૂર્ણ વિષયોનો ખજાનો છે. શબ્દાવલી પક્વપ્રૌઢ અને સારગર્ભ છે. ચર્વણાથી નવીન અર્થની પ્રાપ્તિ થાય છે. તે પછી જિનમતસ્તુતિ અધિકાર પણ આત્માનિશ્ચયાધિકારની ગંભીર પદાર્થ ચર્ચા વાંચીને થાક અનુભવતા વાચકને રસિકતામાં તરબોળ કરનારું રસાળ પ્રકરણ છે. તે પછીનું અનુભવ સ્વરૂપાધિકાર બહુ મહત્ત્વનું પ્રકરણ છે. અધ્યાત્મના વિષયને જાણવા માટે આ રસપૂર્ણ ૪૫ શ્લોકો વાંચતા જાવ અને તેના અર્થો તમારી બુદ્ધિમાં તેમજ તેના શબ્દો તમારી જીભમાં વસવા લાગશે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે ઘણી પોતાની અંગત વાતો આમાં લખી છે. પોતાના વિકાસ માર્ગનો નકશો પણ દોરી દીધો અગ્રાત્મસાર

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106