________________
ષટ્રસ્થાનનો અધિકાર નોંધપાત્ર છે. આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય છે આ ષસ્થાનોમાં ષદર્શનનો વિચાર અનુક્રમે ચાર્વાક, બૌદ્ધ, સાંખ્ય, વગેરે દર્શનોની માન્યતાને પડકારતા પક્ષ-પ્રતિપક્ષના પ્રશ્નો અને ઉત્તરો મનનીય છે.
યોગાધિકારમાં યોગના કેટલાય પારિભાષિક શબ્દોની વ્યાખ્યા સુંદર આપી છે, જેમકે ઇન્દ્રિયાર્થોન્મનીભાવ, અભિસમન્વાગત, યોગારૂઢ-વગેરે શબ્દોના ભાવને સ્પષ્ટ કર્યા છે. આચારાંગ સૂત્રના ઘણા સૂત્રોના ભાવને આમાં તેઓએ યથાનુરૂપ ગોઠવ્યા છે અને તેથી ભાવચારિત્ર અને તેના ફળની પ્રાપ્તિનો માર્ગ પ્રરૂપ્યો છે. બાર માસના પર્યાયે અનુત્તર વિમાનવાસી દેવોથી અધિક તેજઘુતિ અને સુખ આનંદનો અનુભવ કેવા પ્રકારના મુનિને થાય, તેનાં લક્ષણો થોડા શ્લોકમાં વર્ણવ્યા છે. ભગવદ્ ગીતા, યોગવાશિષ્ઠ, વગેરે ગ્રંથોની સાથે સાધકનાં લક્ષણોની સમુચિત તુલના કરી વિશાળ દૃષ્ટિવાળા જૈન દર્શનમાં સમુચિત રીતે બધાં દર્શનનો સમવતાર દર્શાવ્યો છે.
અંતે ઉપાસકોના ચાર પ્રકાર વર્ણવ્યા છે. તેમાં ૧. આર્ત (દુઃખી) | ૨. તત્ત્વજિજ્ઞાસુ ૩. ધનાર્થી ૪. જ્ઞાની. આમાં પ્રથમના ત્રણને ધન્ય કહ્યા છે. તે વાત મધ્યસ્થ થઈ ને વિચારવા જેવી છે. વળી તે પછી કર્મયોગની સાધના કરી જ્ઞાનયોગ સંપન્ન બનેલો સાધક ધ્યાન યોગનું આરોહણ કરે, તો તે ધ્યાન કેવી રીતે ધરે તે વાત બે જ શ્લોકમાં સુંદર રીતે કહી છે.
પાંચમા પ્રબંધના સોળમા ધ્યાનાધિકારના નિરૂપણમાં તો પૂજ્યપાદશ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણ રચિત ધ્યાનશતકનો જ સાર-સંક્ષેપ આવ્યો છે. આર્ત-રૌદ્ર અને ધર્મ-શુક્લ આ ચાર ધ્યાનનાં લક્ષણો અને સ્વરૂપ બહુ મહત્ત્વના શબ્દોમાં, પક્વ અને પ્રૌઢ શૈલીથી, એક અધિકારી શાસ્ત્રકાર મહર્ષિની કલમે અહીં માત્ર ૮૬ શ્લોકમાં મળે છે. તેમાં પણ શુક્લ ધ્યાનનું સ્વરૂપ અભ્યાસીને વધુ ઉપયોગી છે.
બ્રુતજલધિ પ્રવેશે નાવા
(૧૦