________________
પણ શ્લોકમાં જે અર્થ ભર્યા છે તે અદ્ભુત છે અને બહુ છે. આજના તે કોઈ સર્જકને આ ૨૦૯ શ્લોકમાં કહેલા ભાવોવાળો ગ્રંથ રચવાનું
કહેવામાં આવે તો તેને એક હજાર શ્લોક રચવા પડે. એટલી મિતાક્ષરી ને ગંભીર પદાવલીવાળી આની શૈલી છે. અને એટલા બધા અર્થો અને ગૂઢ ભાવો આ ગ્રંથમાં છુપાયા છે. વળી છંદોવૈવિધ્ય પણ નોંધપાત્ર છે. તેની સારણિ આ રીતે આપી શકાય : અનુષ્ટુપ ૧૭૪, ઉપજાતિ ૨૨, માલિની ૪, વસન્તતિલકા ૨, ભુજંગી પ્રયાત ૨, વંશસ્થ ૧, હરિણી ૧, શિખરિણી ૨, રથોદ્ધતા ૧.
આપણા આગમગ્રંથોની ટીકાનો આરંભ જેવી રીતે નિક્ષેપાની વિચારણાથી થાય છે, તેમ આ ગ્રંથની શરૂઆત સાત નયોની વિચારણાથી થાય છે. અધ્યાત્મ શબ્દનો અર્થ વિભિન્ન નયોની દૃષ્ટિએ શું થાય તે જણાવ્યું છે, તે ગ્રંથનું નામ અધ્યાત્મોપનિષદ્ છે. અધ્યાત્મના વિષયને શાસ્ત્રયોગ શુદ્ધિથી શરૂ કરીને સામ્યયોગ શુદ્ધિ દ્વારા પર્યવસિત કરે છે, તે બહુ સૂચક છે. પહેલા અધિકારનું નામ શાસ્ત્રયોગ શુદ્ધિ, અને બીજા અધિકારનું નામ જ્ઞાનયોગ શુદ્ધિ છે. આમ શાસ્ત્રયોગ અને જ્ઞાનયોગ એ બેમાં શું તફાવત છે, તે વિચારવું આનંદદાયક છે. આપણે સામાન્ય અર્થમાં શાસ્ત્ર અને જ્ઞાન એ બેને પર્યાયવાચક શબ્દ માનીએ છીએ. પણ અહીં તેમ નથી. જ્ઞાનયોગ શબ્દ અધ્યાત્મસારમાં સારી રીતે વપરાયો છે, તો શાસ્ત્રયોગ શબ્દ યોગદૃષ્ટિ સમુચ્ચયમાં સારી રીતે વિચારાયો છે.
૧૯
આમ, એક રીતે વિચારતાં ચારે અધિકારમાં ‘યોગશુદ્ધિ’ શબ્દ અનુચૂત રહે છે. આપણે આપણા ચાલુ વ્યવહારમાં વપરાતા યોગશુદ્ધિ શબ્દનો અર્થ મન-વચન અને કાયાના યોગની શુદ્ધિ-એમ કરીએ છીએ. પણ અહીં યોગ શબ્દ, શાસ્ત્ર, જ્ઞાન, ક્રિયા અને સામ્ય શબ્દ સાથે જોડાઈને યોગ શબ્દના અર્થને નવું જ પરિમાણ આપે છે. વળી જ્ઞાન, ક્રિયા અને સામ્ય(સમતા)ને યોગરૂપે અન્ય આધ્યાત્મિક ગ્રંથોમાં 卍 અધ્યાત્મોપનિષદ્