________________
૧૮
(2) અધ્યાત્મોપનિષદ્
પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજશ્રી યશોવિજયજી મહારાજનો અધ્યાત્મસાર ગ્રંથ અધ્યાત્મરસિક સાહિત્યપ્રિય વિદ્વાનને આનંદ આપે તેવો ગ્રંથ છે, તે આપણે જોયું. જ્યારે આ ગ્રન્થ માટે વાચકને વધુ સજ્જ હોવું જરૂરી છે. સ્વ-પર દર્શનનો અભ્યાસ કર્યો હોય, તેના મુખ્ય સિદ્ધાંતોનું પરિશીલન કર્યું હોય તો જ આ ગ્રંથમાં ગતિ થઈ શકે. સ્વદર્શનમાં સાત નયોનું, ચાર નિક્ષેપાનું પરિપક્વ જ્ઞાન હોય, અને પરદર્શનમાં સાંખ્યદર્શન, બૌદ્ધદર્શન, વૈશેષિકદર્શન, મીમાંસાદર્શન, વેદાન્તદર્શન, અને ચાર્વાક આ છ દાર્શનિક પરંપરાથી ચિર-પરિચિત થયેલ હોય તે વિદ્વાન જ આ ગ્રંથના મર્મને અને સ્વાદને પામી શકે.
અધિકારી શાસ્ત્રકાર મહર્ષિની કલમ કેવી હોય? તેનું એક સુંદર ઉદાહરણ આ ગ્રંથ પૂરું પાડે છે. આ ગ્રંથ ચાર અધિકારમાં રચાયેલો છે.
(૧) શાસ્ત્રયોગ શુદ્ધિ અધિકાર (૨) જ્ઞાનયોગ શુદ્ધિ અધિકાર
(૩) ક્રિયાયોગ શુદ્ધિ અધિકાર (૪) સામ્યયોગ શુદ્ધિ અધિકાર.
આ ચારે અધિકારમાં અનુક્રમે ૭૭, ૬૫, ૪૪, ૨૩ શ્લોક છે. કુલ ૨૦૯ શ્લોક છે. ૨૦૯ એ શ્લોકપ્રમાણ બહુ મોટું ન કહેવાય. 是
શ્રુતજલધિ પ્રવેશે નાવા