________________
નીતિશતક
પરાક્રમને પ્રકટ કરનાર તેજનો હેતુ અવસ્થા નથી, પણ સ્વભાવ જ છે, તે પર સિંહનાં બચ્ચાંનું દૃષ્ટાંત. आर्या सिंहः शिशुरपिनिपतति मदमलिनकपोलभितिषु गजेषु । प्रकृतिरियं सत्त्ववतां न खलु वयस्तेजसो हेतुः ॥३०
- સિંહનું બચ્ચું પણ મદોન્મત્ત હાથીઓને મારવા જાય છે. આ બળવાનેને સ્વભાવ જ છે. આથી તેને હેતુ અવસ્થા (ઉમર–વય) નથી, એ નિશ્ચય છે. ૩૦
૪. અર્થપ્રધાન પ્રકરણ ૩૧-૪૦
દ્રવ્યની પ્રશંસા દ્રવ્ય વિના સઘળા ગુણે વણવત્ તુચ્છ છે. शार्दूलविक्रीडितवृत्त
जातिर्यातु रसांतलं गुणगणस्तस्यायधो गच्छतु शीलं शैलतटात्पतत्वभिजनः संदह्यतां वह्रिना। शौर्य वैरिणि वज्रमाशु निपतत्वर्थोऽस्तु नः केवलं येनैकेन विना गुणास्तृणलवप्रायाः समस्ता इमे ॥३१॥
બ્રાહ્મણ વગેરે સ્વજાતિ પાતાળમાં જાઓ, ગુણને સમુદાય તેની પણ નીચે જાઓ, સદાચરણુ પર્વતના તટ ઉપરથી પડે, વશ અગ્નિથી મળી ભમ થાઓ અને ઘરપણું કે જે શત્રુ છે, તેની ઉપર જલદી વજા પડે, પણ અમારી પાસે તે કેવળ ધન ૨; કારણ કે ધન વિના ઉપર કહેલા સઘળા ગુણે ઘાસનાં તણખલાં જેવા અતિ તુચ્છ છે. ૩૧
- ધનમાં જ બધું છે ? અન્વયથી અને વ્યતિરેકથી સર્વ કરતાં ધનનું શ્રેષપણું કહે છે.
અવયવ્યતિરેક–જેના ભાવથી જેનો ભાવ હોય છે તે અન્વય તથા જેના અભાવથી જેનો અભાવ હોય તે વ્યતિરેક,